Friday, June 9, 2023
Home Entertainment મહેશ અને નરેશ કનોડિયાનાં જન્મ વચ્ચે 6 વર્ષ

મહેશ અને નરેશ કનોડિયાનાં જન્મ વચ્ચે 6 વર્ષ

મહેશ અને નરેશ કનોડિયાનાં જન્મ વચ્ચે 6 વર્ષ

મહેશ અને નરેશ કનોડિયાનાં જન્મ વચ્ચે 6 વર્ષ અને મરણ વચ્ચે માત્ર બે દિવસનું અંતર

ગુજરાતે આજે ગુજરાતી ફિલ્મજગતની સુપરસ્ટાર બેલડીને ગુમાવી છે. 25 ઓક્ટોબરે પાટણના પૂર્વ સાંસદ અને સંગીતકાર મહેશ કોનડિયાના નિધનના 2 દિવસ બાદ એટલે કે 27 ઓક્ટોબરે ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં મહેશ અને નરેશનાં નામથી આ જોડી પ્રખ્યાત હતી. આ જોડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને માત્ર દેશ જ નહીં, પરંતુ વિદેશની ધરતી પર પણ આ જોડીએ ગુજરાતી ગીતોને નામના અપાવી હતી અને પર્ફોર્મન્સ કર્યા હતા. એક જ અઠવાડિયામાં બન્ને ભાઈનાં નિધનથી માત્ર તેમના પરિવાર જ નહીં, પરંતુ ઢોલીવૂડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બન્ને ભાઈનાં જન્મ વચ્ચે 6 વર્ષનું અંતર હતું, પરંતુ તેમનાં નિધનમાં માત્ર 2 દિવસનું અંતર છે.

બન્ને ભાઈ વચ્ચે જન્મમાં 6 વર્ષનું અંતર

મોટાભાઈ મહેશ કનોડિયાનો જન્મ કનોડા ગામમાં 27 જાન્યુઆરી 1937ના રોજ થયો હતો, જ્યારે તેમનું મૃત્યુ 83 વર્ષની વયે 25 ઓક્ટોબર 2020ના દિવસે લાંબી માંદગી બાદ થયું હતું. તેમના નાના ભાઈ નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ થયો હતો. તેમનો 20 ઓક્ટોબરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ વેન્ટિલેટર પર હતા. જોકે 7 દિવસની સારવાર બાદ તેમનું 77 વર્ષની વયે 27 ઓક્ટોબર 2020ના રોજ નિધન થયું છે.

મહેસાણાના કનોડા ગામમાં જન્મ થયો હતો
મહેશ અને નરેશ કનોડિયાનો જન્મ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો. તેમના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. તેઓ સાડી, ટુવાલ, ધોતિયાં જેવાં કપડાં બનાવતાં હતાં. મહેશ કનોડિયા, નરેશ કનોડિયા, શંકર કનોડિયા, દિનેશ કનોડિયા ચાર ભાઈ અને નાથીબેન, પાની બેન તથા કંકુબેન ત્રણ બહેનો તથા માતા-પિતા એક રૂમના મકાનમાં રહેતાં હતાં. મહેશ કનોડિયાના ભાઈ નરેશ કનોડિયાએ નાની ઉંમરમાં જ ભાઈ સાથે સ્ટેજ પર પર્ફોર્મન્સ આપવાની શરૂઆત કરી હતી. આ બેલડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને આફ્રિકા, અમેરિકા તથા એશિયાના કેટલાક દેશોમાં સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું હતું.
પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખી

મહેશ-નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મજગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા સરનેમ સાંભળી હતી. તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે તે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે. આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments