Friday, June 2, 2023
Home Social Massage સોશિયલ ડિસ્ટનિંગ માટે રીક્ષા ચાલક એ આપનાવી એક અનોખી રીત,આનંદ મહિન્દ્રા એ...

સોશિયલ ડિસ્ટનિંગ માટે રીક્ષા ચાલક એ આપનાવી એક અનોખી રીત,આનંદ મહિન્દ્રા એ આપી જૉબ ઓફર..

સોશિયલ ડિસ્ટનિંગ માટે રીક્ષા ચાલક એ આપનાવી એક અનોખી રીત,આનંદ મહિન્દ્રા એ આપી જૉબ ઓફર.કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સામાજિક અંતર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેથી લોકો તેને જાળવવા માટે નવી નવી રીતો પણ શોધી રહ્યા છે.સોશિયલ ડિસ્ટિંગનો એક આવો જ આઈડિયા બિઝનેસના ટાયકુન આનંદ મહિન્દ્રા પણ ખૂબ પસંદ આવ્યો છે,તેમણે આ વ્યક્તિની પ્રશંસા કરતાં, તેને નોકરીની પણ ઓફર કરી દીધી છે.

આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે.આ વીડિયોમાં એક ઇ-રિક્ષા દેખાઈ રહી છે, જેમાં મુસાફરોને બેસવાની સાથે સામાજિક અંતર જાળવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ માટે ડ્રાઇવરે પ્લાસ્ટિકના કવરનો ઉપયોગ કરીને આખી રિક્ષાને 5 ચેમ્બરમાં વહેંચી દીધી છે જેથી સામાજિક અંતરને અનુસરી શકાય.વીડિયો બનાવનાર વ્યક્તિ પણ ડ્રાઇવરની આ યુક્તિની પ્રશંસા કરતા જોવા મળી રહ્યો છે.

આ રિક્ષાની ડિઝાઇન સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ ડ્રાઇવર પં.બંગાળના એક જિલ્લાનો છે. આનંદ મહિન્દ્રાએ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વ્યક્તિએ આ રીક્ષાને એવી રીતે ડિઝાઇન કરી છે કે કોઈ પણ સવારી એક બીજાને અડશે નહીં.

આને શેર કરતાં તેમણે લખ્યું – “દેશના લોકોમાં પરિસ્થિતિઓ સંજોગો પ્રમાણે પોતાને જાળવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. હું તેની ક્ષમતા જોઈને હંમેશાં દંગ રહી જઉં છું. સાથે, તેમણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ઓટો5 અને ફાર્મ સેક્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેશ જેજુરીકરને સલાહ આપી કે આ ડ્રાઇવરની નિમણૂક કરો.STAY HOME 😷STAY SAFE 😷 WEAR MASK WHEN GO OUT

RELATED ARTICLES

Most Popular

Recent Comments