ઉત્તર પ્રદેશના કાનપુર માં એક એવું મંદિર છે જે ચોમાસું ક્યારે આવવાનું છે એની ભવિષ્યવાણી કરે છે. આ મંદિર નું નામ પદ્મનાભ મંદિર છે અને તે એક પ્રાચીન મંદિર છે. પદ્મનાભ સ્વામીનું આ મંદિર કાનપુર થી લગભગ ૪૦ કિલોમીટર ના અંતર પર આવેલ બેહટા બુજુર્ગ માં છે. આ મંદિર ના પુજારીઓ અનુસાર ચોમાસું આવતા પહેલા આ મંદિર ની દીવાલો માંથી પાણી ટપકવા લાગે છે.
પુજારીઓ મુજબ ચોમાસું આવતા પહેલા જ મંદિર ની છત થી પાણી ની ટીપા ટપકવા લાગે છે અને આ ટીપા ટપકવાના ૫ થી ૭ દિવસ ની અંદર જ વરસાદ થવા લાગે છે. એટલું જ નહિ મંદિર ની છત પરથી ટપકતા ટીપા પરથી એ વાતનો પણ અંદાજો લગાવી શકાય છે કે ચોમાસું કેવું રહેવાનું છે અને ચોમાસા માં કેટલો વરસાદ પાડવાનો છે…
મંદિર ના પુજારી કેપી શુક્લા અનુસાર આ મંદિર ભગવાન જગન્નાથ નું છે અને મંદિર ની છત પર પથ્થર લગાવવામાં આવ્યો છે. આ પથ્થર થી જો વધારે પાણી ટપકે છે તો વધારે વરસાદ થાય છે. અને ઓછું પાણી ટપકે તો ઓછો વરસાદ થાય છે.
પુજારી અનુસાર મંદિર બનાવતી વખતે આ વસ્તુ નું ધ્યાન રાખવામાં આવ્યું હશે અને આ મંદિર ની દીવાલો ને આ રીતે બનાવવામાં આવી હોય કે વરસાદ થાય તે પહેલા જ એમાંથી પાણી ટપકવા લાગે. જે પથ્થર માંથી પાણી ટપકે છે તે મોનસૂન (ચોમાસું) પથ્થર કહેવામાં આવે છે જે મંદિર ના ગર્ભગૃહ ની છત પર રાખવામાં આવેલો છે.
એક હજાર વર્ષ જુનું છે મંદિર…
ભારતના આ અદ્ભુત મંદિર નું નિર્માણ એક હાજર વર્ષ પહેલા જ થયું હતું. આ મંદિર ને ખુબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે અને એની દીવાલો ૧૫ ફૂટ પહોળી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, લખનઉ ના સીનીયર સીએ મનોજ વર્મા અનુસાર આ મંદિર ઘણી વાર તૂટ્યું અને બનાવવામાં આવ્યું છે. આ મંદિર નું નિર્માણ ૯-૧૦ મી સદી ની આસપાસ કરવામાં આવ્યું હતું. મંદિર ને બનાવવા માં ચૂનો અને પથ્થર નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યું છે આ મંદિર..
આ મંદિર ને ત્રણ ભાગમાં બનાવવામાં આવ્યું છે અને આ મંદિર માં ભગવાન વિષ્ણુ ના ૨૪ અવતારો ની મૂર્તિ સ્થાપિત છે. આ મંદિર માં પદ્મનાભ સ્વામી ની પૂજા કરવામાં આવે છે. પદ્મનાભ મંદિર નું નિર્માણ કોણે કરાવ્યું હતું એની કોઈ પાસે સાચી જાણકારી નથી. જયારે આ મંદિર માં લગાવવામાં આવેલી એક મૂર્તિ ને લઈને પણ મતભેદ છે.
મંદિરમાં દક્ષિણ માં એક વિશેષ મૂર્તિ લગાવવમાં આવી છે. જેને અમુક લોકો વિષ્ણુ ભગવાન ની મૂર્તિ માને છે, જયારે અમુક લોકો એને શિવજી ની મૂર્તિ કહે છે. એવું માનવામાં આવે છે કે આ મૂર્તિ બે હજાર જૂની છે.