જેમને કંઇક કરવાનો ઝનુન હોય તેમા ઉંમરનો બાધ હોતો નથી. આવી જ ઉક્તિને સાર્થક કરતા માંડવી શહેરના 14 વર્ષના નાના ટાબરીયાએ પાંચ મીટર દુર અંધજનને અવરોધ હોય તો અલ્ટ્રા સાઉન્ડ સાથે ચેતવણી આપતી જીફોરબી ગોગલ્સ બ્લાઇન્ડ માટે બનાવી.
માતા જયશ્રીબેન અને પિતા યોગ્શ જોષીના પુત્ર વત્સલ ઉમર વર્ષ 14 ધોરણ નવમાં એસ.કે. આર.એમ. શાળામાં અભ્યાસ કરે છે. ઇલેક્ટ્રોનિક વસ્તુ ખોલી નાંખવી, શોધ કરવી એવી બાળપણમાં કુદરત દ્વારા આપાયેલી સંશોધન કરવાની ટેવ ધરાવે છે.
તેવામાં હવે તેણે અનોખી ચશ્મા અંધજન માટે બનાવાની શીખ પ્રાપ્ત કરી છે. રસ્તે ચાલતા અંધજન ક્યાય અથડાય નહી અને સુરક્ષિત પોતાના ગંતવ્ય સ્થાને પોહોચી શકે.
તે માટે અલ્ટ્રાસોનિક સેન્સર પ્રોગ્રામ સેટ કરવાથી પાંચ મીટર દુર કોઇ પણ અડચણ હોય તો ડાબી કે જમણી જે બાજુની ચશ્મામાં વાયબ્રન્ટ અને અલ્ટ્રાસોનિક સેન્સર ગાઇડ લાઇન આપતા સાચી દિશાનો ધ્યાન અંધજનને મળી શકે છે.
ગુજરાત લેવલે વિજ્ઞાન મેળામાં જીફોરબી ગગલ્સ ફોર બ્લાઇન્ડની ધ્રોલ ખાતે સિલેક્શન થવા પામી હતી. જેમાં શાળાના ટ્રસ્ટી ભરતભાઇ વેદ, પ્રિન્સીપાલ હિનાબેન શાહ, અને શાળા ટીચર કાજલબેન રાઠોડનો સહયોગ સાંપડ્યો હોવાથી માત્ર પાંચ સો રૂપિયાના ખર્ચથી આધુનિક ચશ્માનો નિર્માણ થયા હોવાનો વત્સલ જોષીએ ભાસ્કરે જણાવ્યુ હતું.
ગરીબ મધ્યમ વર્ગના અંધજનોને ફ્રીમાં ગોગલ્સ બનાવી દેવાની તૈયારી અલ્ટ્રાસોનિક સેન્સર, બઝર અને ઓરડીઓનનેનો(સર્કિટ) અને પાવર બેંક બેટરીથી ચાર્જ થતી ચશ્મા બનાવા માટે ભુજથી સર્કિટ મંગાવી હતી.
ચશ્મા સાદા ગોગલ્સનો પ્રયોગ કરીને ચશ્મા બનાવીને પ્રથમ ચશ્મા પોતાના નાનાની નજર નહી હોવાથી તેમણે અર્પણ કરશે.
અન્યો કોઇ પણ ગરીબ પરિવારનો અંધજન માંગ કરશે તે ફ્રિમાં ગોગલ્સ આપવાની તૈયારી એક ટાબરીયા આપી છે.