સંગેમરમરની ગુફાઓ
મિત્રો, તમે જંગલમાં આવેલી ગુફાઓ વિશે તો જાણતાં હશો, જે મોટા પર્વતોમાં પણ જોવા મળે છે.
આજે તમને સંગેમરમરની નદીના ગુફાઓ વિશે વાત કરવી છે. નવાઇ લાગી ને? ચિલી-આર્જેન્ટિનાની સરહદ પાસે
આવેલા એક હિમનદીના તળાવ પાસે પેટાગોનિયન એન્ડીઝમાં નકશીકામ કરેલા ક્યૂવાસ ડી માર્મોલ નક્કર સંગેમરમરી ગુફાઓ છે. એવું માનવામાં આવે છે કે
આ ભવ્ય ગુફાઓ બનાવવા માટે 6000 વર્ષ પહેલાં કોતરવામાં આવી હતી. આ તળાવનું પાણી જ્યારે શાંત હોય છે, ત્યારે આ કૈકેયર્સને નજીકથી જોવા માટે ગુફાઓમાંથી પસાર થઇ શકાય છે.
ગુફાની દીવાલો પર તમને જોવા મળતા લ્યુઝના લિસ્સા, ઝળહળતા શેટ્સ એ ખરેખર તો તળાવના પાણીનું પ્રતિબિંબ છે,
જેમાં મોસમ અને પાણીના સ્તરના આધારે તેની તીવ્રતા બદલાયા કરે છે. આ કુદરતી નજારો માણવાલાયક છે.