1/61 માર્ચથી નવા નિયમો.
માર્ચ મહિનાની શરૂઆત થતા જ અનેક નિમયો બદલાઈ રહ્યા છે. જેની માહિતી તમારે રાખવી જરૂરી છે કારણે કે તે તેમને સીધી રીતે અસર કરે છે. આ નિયમ તમારા બેંક એકાઉન્ટથી લઈને તમારા વાહન સાથે જોડાયેલા છે. તો જાણી લેજો કે આવતી કાલથી કયા કયા નિયમો બદલાઈ રહ્યા છે.
2/6SBIના ગ્રાહકો માટે..
SBIના જે ખાતાધારકોએ પોતાની KYC(નો યોર કસ્ટમર)માહિતી આપી નથી તેઓ 1 માર્ચથી પોતાના ખાતામાંથી રોકડનો ઉપાડ કરી શકશે નહીં. SBIએ પોતાના ગ્રાહકને કહ્યું હતું કે 28 ફેબ્રુઆરી સુધીમાં KYC પૂરું કરી લેવું. જેમના કેવાયસી પૂરા નહીં હોય તે ગ્રાહકોના ખાતા બ્લોક કરી દેવામાં આવશે.
3/6ફાસ્ટેગના નિયમો..
મફતમાં ફાસ્ટેગની સુવિધા 29 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ જશે અને 1 માર્ચથી તેના માટે તમારે પેમેન્ટ કરવું પડશે. આવતી કાલથી ફાસ્ટેગ મેળવવા માટે તમારે 100 રૂપિયા વધારે ચૂકવવા પડશે.
4/6ATMમાંથી નહીં નીકળે 2000ની નોટ..
1 માર્ચથી ઈન્ડિયન બેંકના એટીએમમાંથી 2000ની નોટ નીકળવાની બંધ થઈ જશે. જો કોઈને 2000ની નોટ જોઈતી હોય તો તેઓ બેંકની બ્રાન્ચ પરથી મેળવી શકશે.
5/6HDFCના ગ્રાહકો માટે..
1 માર્ચથી HDFCની જૂની મોબાઈલ એપ્લિકેશન કામ કરવાનું બંધ કરી દેશે. છેલ્લા ઘણા મહિનાથી બેંકની જૂની અને નવી બંને એપ પ્લેસ્ટોરમાં ઉપલબ્ધ છે.
6/6મોંઘી થશે લોટરી..
1 માર્ચથી લોટરી પર જીએસટીનો નિયમ લાગુ થશે. નવા નિયમ મુજબ હવે લોટરી પર 28 ટકા જીએસટી લગાવવામાં આવશે.