કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે ઉત્તર પ્રદેશ સરકારે માસ્કને ફરજીયાત કરી દીધું છે. યોગી સરકારે પોતાના પ્રાંતમાં તમામ વ્યક્તિઓને માસ્ક ફરજીયાત પહેરવાનું કહ્યું છે. જેથી હવે માસ્ક પહેર્યા વિના કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નહીં નીકળી શકે. જો કોઈ માસ્ક વિના બહાર વિચરતો દેખાશે તો તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
એપિડેમિક ડિસીઝ એક્ટ 1897
યુપીમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના પ્રકોપને જોતા સરકાર દ્રારા એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. યોગી સરકારે એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 હેઠળ ચહેરાને કવર કરવું અથવા માસ્ક પહેરવું ફરજીયાત કરી દીધું છે. આ સિવાય દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં કોરોના વાયરસને વધતા અટકાવવા માટે સાર્વજનિક સ્થળો પર માસ્ક ફરજીયાત કરી દેવાનું એલાન કરવામાં આવ્યું છે. જોકે દિલ્હી અને કર્ણાટકમાં માસ્ક ન પહેરવું એ અપરાધમાં ખપાશે કે નહીં તેના અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટી કરવામાં નથી આવી.
મુંબઈમાં માસ્ક નહીં તો સજા
તો બીજી તરફ મુંબઈમાં માસ્ક ન પહેરનારને સજા આપવામાં આવશે. મુંબઈ મ્યુનિસીપલ કોર્પોરેશનના કમિશ્નર પ્રવીણ પરદેશી દ્રારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે, સાર્વજનિક સ્થાન પર માસ્ક ન પહેરવો એ અપરાધ છે. જેના માટે આઈપીસીની કલમ 188 હેઠળ સજા ફટકારવામાં આવશે. કમિશ્નર પ્રવીણ પરદેશીએ આ આદેશ એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 હેઠળ જાહેર કર્યો છે. જેનું સંપૂર્ણ ગંભીરતાથી પાલન કરવાનું રહેશે. મુંબઈમાં માસ્ક ન પહેરવા પર પોલીસ અધિકારી કે પછી વોર્ડના આસિસ્ટન્ટ કમિશ્નર દ્રારા નિયુક્ત અધિકારી ધરપકડ પણ કરી શકે છે.
દિલ્હી-યુપીમાં સીલબંધી
કેટલીક શોધમાં એવો ખુલાસો થયો છે કે સોશિયલ ડિસ્ટેસિંગ રાખવાની સાથે જ માસ્ક પહેરવાથી કોરોનાને અટકાવવામાં મદદ મળે છે. આ સિવાય દાક્તરી શાખા સાથે સંકળાયેલા તજજ્ઞોએ પણ આ વાત પર જ મહોર મારી છે. આ કારણે જ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. યુપી સરકારે કોરોનાને રોકવા માટે 15 જિલ્લાને સંપૂર્ણ સીલ કરી દીધા છે. તો બીજી તરફ દિલ્હીના 20 હોટસ્પોટ એરિયાને સજ્જડ સીલ કરી દેવામાં આવ્યા છે.
દિલ્હી સરકાર સજ્જ
કોરોના વાઈરસની મહામારીને જોતા બુધવારે દિલ્હીની સરકારે 20 મહત્વપૂર્ણ વિસ્તારોને સીલ કરી દીધા છે. જેમાં દક્ષિણ દિલ્હીના બે વિસ્તારોને હોટસ્પોટ કરવામાં આવ્યા છે. આ બે વિસ્તારો સંગમ વિહાર અને માલવીય નગર છે. સંગમ વિહારના એલ-1માં ગલી નંબર 6 અને માલવીય નગરમાં ગાંધી પાર્ક એરિયાને હોટ સ્પોટ નક્કી કરવામાં આવ્યો છે. હવે આ વિસ્તારોને સીલ કરવાનું કામ કરવામાં આવશે.
સરકારના બે મોટા નિર્ણયો
દિલ્હી સરકારે પ્રથમ નિર્ણય એ લીધો છે કે દિલ્હીમાં માસ્ક લગાવીને બહાર નીકળવું એ તમામ લોકો માટે ફરજીયાત હશે. જો આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજો મહત્વનો એ નિર્ણય લેવામાં આવ્યો છે કે સેલરી સિવાય દિલ્હી સરકારનો કોઈ પણ સરકારી વિભાગ ખર્ચ નહીં કરે. કોરોના અને લોકડાઉન સિવાય કોઈ પણ પ્રકારના ખર્ચ માટે નાણા મંત્રાલય પાસેથી પરમિશન લેવી પડશે. હાલ તો સમગ્ર દિલ્હીમાં એવી 20 જગ્યાઓ છે જેને સીલ કરી દેવામાં આવી છે.
કયા વિસ્તારોને કરવામાં આવ્યા છે સીલ ?
જે વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે તેમાં મંડાવલી ગલી નંબર એક, પાંડવ નગર એચ બ્લોકની ગલી નંબર એક, ખિચડીપુરની ત્રણ ગલીઓ, કિશન કુંજ એક્સટેંશનની ગલી નંબર ચાર, આઈપી એક્સટેંશનના બે એપાર્ટમેન્ટ વર્ધમાન અને મયૂરધ્વજ તથા વસુંધરા એક્લેવના મનસારા એપાર્ટમેન્ટનું નામ પણ સામેલ છે. કોરોના વાઈરસના વધતા પ્રકોપને લઈ ઉત્તર પ્રદેશ સરકાર હવે આરપારના મુડમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે 15 જિલ્લાના હોટ સ્પોટ વિસ્તારોને સીલ કરવાનો નિર્ણય લીધો છે. જેથી આ તમામ વિસ્તારો બુધવારે રાત્રે 12 વાગ્યાથી 15 એપ્રિલ સુધી સીલ રહેશે. આ તમામ વિસ્તારોમાં જરૂરી માલસામાનની ડિલેવરી થશે. આ સિવાય લોકોને કોઈ પણ પ્રકારની છૂટ નહીં આપવામાં આવે.
યુપીમાં યોગી સરકાર એક્શન મોડમાં
કોરોના વાઈરસના વધતા પ્રકોપને લઈ ઉત્તર પ્રદેશ સરકાર હવે આરપારના મુડમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે 15 જિલ્લાના હોટ સ્પોટ વિસ્તારોને સીલ કરવાનો નિર્ણય લીધો છે. જેથી આ તમામ વિસ્તારો બુધવારે રાત્રે 12 વાગ્યાથી 15 એપ્રિલ સુધી સીલ રહેશે. આ તમામ વિસ્તારોમાં જરૂરી માલસામાનની ડિલેવરી થશે. આ સિવાય લોકોને કોઈ પણ પ્રકારની છૂટ નહીં આપવામાં આવે.
નોએડાના હોટસ્પોટ એરિયા
સેક્ટર 27, સેક્ટર 28, વાજીદપૂર ગામ, સેક્ટર 41, હાઈડ પાર્ક સેક્ટર 78, સુપરટેક કેપટાઉન સેક્ટર 78, લોટસ સેક્ટર 100, અલ્ફા-1, ગ્રેટર નોએડા, નિરાલા ગ્રીન સેક્ટર, 02 ગ્રેટર નોએડા, લોજીક્સ બ્લોસમ કાઉન્ટી સેક્ટર 137, ATS ડોલ્ફ જીટા, ડિઝાઈનર પાર્ક સેક્ટર 62, સેક્ટર 5 અને 8 જેજે કોલોની, મહક રેસિડન્સી ગ્રેટર નોએડા.
ગાઝીયાબાદના હોટસ્પોટ વિસ્તારો
નંદગ્રામ નિકટ મસ્જીદ, સિહાની ગેટ, કેડીપી ગ્રાંડ સ્વાના સોસાઈટી-રાજનગર એક્સટેંશન, સેવિયર સોસાયટી મોહનગર બી-77, જી5 શાલીમારી ગાર્ડન એક્સટેંશન 2, પસૌન્ડા, ઓક્સીહોમ ભોપુરા, વસુંધરા સેક્ટર-2બી, વૈશાલી સેક્ટર-6, ગિરનાર સોસાયટી કૌશાંબી, નાઈપુરા લોની, મસૂરી, ખાટુ શ્યામ કોલોની દુહાઈ, કોવિડ-1 સીએચસી મુરાદનગર.GSTV News