જો તમે પણ માસ્ક નથી પહેરતા તો આ વિડીયો જરૂર જુઓ
માસ્ક પહેરવા પ્રત્યે ઉદાસીનતા રાખતા લોકો માટે આ વીડિયો છે આંખ ઉઘાડનારો, એક વખત જરૂર જોજો તમે પણ આ VIDEO
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને પગલે માસ્કની ચર્ચા સતત ચાલી રહી છે. માસ્ક ન પહેરનારને દંડ પણ કરવામાં આવી રહ્યો છે. નિષ્ણાતો સતત માસ્ક પહેરવાની, સામાજિક અંતર જાળવવાની સલાહ આપી રહ્યા છે.
દેશમાં હાલ કોરોના વાયરસના દર્દીની સંખ્યા લગભગ 77 લાખને પાર પહોંચી ગઈ છે. જેનો સીધો અર્થ એ જ થાય છે કે, કોરોના વાયરસ હજૂ પણ આપણી વચ્ચે છે. ત્યારે આ વાયરસથી બચવા માટે સમય સમયે હાથ ધોવા અને ફરજિયાત માસ્ક લગાવી રાખવું ખૂબ જરૂરી છે.
એવામાં ઘણા લોકો હજુ માસ્ક પહેરવા પ્રત્યે બેદરકારી રાખે છે. ઘણા લોકો હજુ માસ્કની ગંભીરતાને હજુ સમજી શક્યા નથી. એવા એક યૂઝરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યુ છે કે, હવે તમને સમજાયું, માસ્ક પહેરો. અત્યાર સુધીમાં 2 લાખ 35 હજારથી વધુ વ્યૂઝ આ વીડિયોને મળી ચુક્યા છે. તો 6.8 હજારથી વધારે લાઈક્સ મળી ગયા છે.
Does it make sense now? Wear a mask! pic.twitter.com/j481NefwsQ
— Dr. Arvinder Singh Soin (@ArvinderSoin) October 21, 2020
વીડિયોમાં બતાવ્યા પ્રમાણે એક સર્જિકલ માસ્કને ઝૂમ કરતા જણાઈ આવે છે કે, તેમાં કોરોના વાયરસ કઈ રીતે રોકાઈ રહે છે અને માસ્કના કારણે આપણે તેનાથી બચી શકીએ છીએ. આ વીડિયોની ચર્ચા હાલમાં ચારે તરફ થઈ રહી છે અને લોકોને માસ્કની ગંભીરતા સમજાઈ રહી છે.