મોરબી પાસે આવેલ માટેલ ગામમાં બિરાજમાન છે ખોડિયાર માતાજીનાં મંદિરનો ઇતિહાસ..
ખોડિયાર માં નું માટેલ મંદિર ગુજરાતના રાજકોટ જીલ્લાના વાંકાનેર તાલુકામાં માટેલ ગામ માં આવેલું છે. વાકાનેર તાલુકા થી લગભગ ૧૭ કિલોમીટર દૂર આવેલું છે. અહીં જે જૂનું સ્મારક છે ત્યાં ચાર મૂર્તિઓ છે તે મૂર્તિ આવર્ત, ખોડલ અજુબાઈ અને બીજબાઈની છે.
તેમાં ખોડીયાર માતાની મૂર્તિ ઉપર સોના-ચાંદીના ઝુમ્મર લટકે છે, અને માતાજીની મૂર્તિ ઉપર ચુંદડી ચડાવેલ હોય છે. આ મંદિરની બાજુમાં જ એક નવું મંદિર બનેલું છે, તેમાં તેમાં ખોડીયારમા ની આરસની બનેલી મૂર્તિ રાખવામાં આવેલી છે.
અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે તેની નીચે ખોડીયારમાની બહેન જોગડ તોગડ ઊભેલી છે. આ મંદિરની સામે એક ઊંડો ધરો આવેલો છે. જે માટેલ ધરા તરીકે ઓળખાય છે. આ મીઠા પાણીના ધરામાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી, આખો માટેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે. હાલમાં પણ આ ધરાનું પાણી ગાળ્યા વગર પીવાની પ્રથા છે.
આ ધરાની આગળ થોડો નાનો ધરો આવેલો છે જેને ભાણેજીયો ધરો કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ધરામાં ખોડીયારમા નુ જુનુ મંદિર આવેલું છે. જેને જોવા માટે બાદશાહ 999 કોષ પાણીમાં નાખ્યા હતા. કોસ એટલે કે પાણી વેચવાનો સાધન.
અહીં મંદિરની પાસે અનેક દુકાનો આવેલી છે આ દુકાનો અહીં રહેલા ગામના લોકોની આજી વિકાનું સાધન છે. અહીં શ્રી ખોડિયાર મંદિર માટેલ ટ્રસ્ટ કાર્યરત છે. આ ટ્રસ્ટ ખોડીયાર માતાના મંદિરે આવેલા ભક્તો ને સારી એવી સેવાઓ આપે છે. અહીં મોટી ધર્મશાળા આવેલી છે અહીં રાત્રિ રોકાણ માટે વિનામૂલ્યે સગવડ ઉપલબ્ધ છે.
અહીં ઘણી બધી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. ઘણા લોકો દૂર-દૂરથી પગપાળા પણ આવે છે. અહી માતાજીને લાપસીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને અહીં અન્નક્ષેત્ર પણ કાર્યરત છે. જેમાં દરેક માણસને વિનામૂલ્યે ત્રણ ટાઇમ જમવાનું આપવામાં આવે છે જેમાં લાપસી, દાળ, ભાત, શાક, રોટલી પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. અહીં આવવા માટે એસ.ટી બસો ઉપલબ્ધ છે.