ભગવાન વિષ્ણુએ જે બ્રહ્માજીને પ્રસન્ન સંભળાવ્યા હતા તેના દ્વારા જ શ્રીમદ ભાગવત મહાપુરાણ બન્યું હતું..
આપણને ખ્યાલ જ છે કે પુરસોત્તમ મહિનો વ્રત કથા સાંભળવાનો બહુ જ મહત્વ છે સાથે ભાગવત કથાનો પાઠ કરવામાં આવે છે અને જેનાથી અનંત પુણ્ય ફળ પણ મળે છે ઘણા લોકોને આવું કરવું સંભવ નથી એટલે પુરૂષોત્તમ મહિનામાં ચત્રુ શ્લોકી ભાગવત મંત્ર વાંચવાથી જ સંપૂર્ણ ભાગવત ગીતાનો ફળ મળી શકે છે
ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને 4 શ્લોક સંભળાવ્યા હતા. ત્યાર બાદ બ્રહ્માજીએ નારદજીને અને તેમણે વ્યાસજીને સંભળાવ્યા હતા. વ્યાસજીએ આ 4 શ્લોકથી જ 18000 શ્લોકની શ્રીમદ્ ભાગવત મહાપુરાણ બનાવી દીધી. ભગવાન વિષ્ણુના મુખમાંથી બહાર આવેલા એ 4 શ્લોકને જ ચતુઃશ્લોકી ભાગવત કહેવામાં આવે છે. પુરુષોત્તમ માહમાં એને વાંચવાથી જ દરેક પ્રકારનાં પાપ દૂર થઈ જાય છે.
મંત્ર.. अहमेवासमेवाग्रे नान्यद् यत् सदसत् परम्। पश्चादहं यदेतच्च योऽवशिष्येत सोऽस्म्यहम् ॥(1)
ऋतेऽर्थं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि। तद्विद्यादात्मनो मायां यथाऽऽभासो यथा तमः ॥(2)
यथा महान्ति भूतानि भूतेषूच्चावचेष्वनु। प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वहम्॥(3)
एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनाऽऽत्मनः। अन्वयव्यतिरेकाभ्यां यत् स्यात् सर्वत्र सर्वदा॥(4)
મંત્ર જાપની વિધિઃ-
સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને પીળાં કપડાં પહેરવાં. ત્યાર બાદ ભગવાનની મૂર્તિ કે તસવીર સામે આસન લગાવીને બેસી જવું.
પછી નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાનની મૂર્તિ ઉપર જળ, ફૂલ અને અન્ય સુગંધિત વસ્તુઓ ચઢાવો.
ત્યાર બાદ ઉપર જણાવેલ મંત્ર બોલો. પછી ભગવાનને નૈવેદ્ય લગાવીને પ્રણામ કરો.
અર્થ- શ્રી ભગવાન કહે છે- સૃષ્ટિની શરૂઆત પહેલાં માત્ર હું જ હતો. સત્ય પણ હું હતો અને અસત્ય પણ હું હતો. મારા સિવાય કંઈ જ હતું નહીં. સૃષ્ટિ પૂર્ણ થઈ ગયા બાદ પણ માત્ર હું જ રહું છું. આ ચર-અચર સૃષ્ટિ સ્વરૂપ માત્ર હું છું અને જે કંઈ આ સૃષ્ટિમાં દિવ્ય રૂપમાં છે તે હું છું. પ્રલય થયા બાદ જે કંઈ બચે છે તે પણ હું જ છું.
મૂળ તત્ત્વ આત્મા છે જે દેખાતી નથી. આ સિવાય સત્ય જેવું જે કંઈપણ જોવા મળે છે એ બધું માયા છે. આત્મા સિવાય જે પણ આભાસ થાય છે એ અંધકાર અને પડછાયા જેવું અસત્ય છે.
જે પ્રકારે પંચમહાભૂત એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ સંસારની નાની કે મોટી બધી વસ્તુઓમાં હોવા છતાં પણ એમનાથી અલગ રહે છે. તેવી જ રીતે આત્મા સ્વરૂપ હું બધામાં હોવા છતાં પણ સૌથી અલગ રહું છું.
આત્મ-તત્ત્વને જાણવાની ઇચ્છા રાખનાર માત્ર એટલું જ જાણવા યોગ્ય છે કે સૃષ્ટિની શરૂઆતથી સૃષ્ટિના અંત સુધી ત્રણેય લોક (સ્વર્ગલોક, મૃત્યુલોક, નરકલોક) અને ત્રણેય કાળ (ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ)માં જે હંમેશાં એક જેવું રહે છે. તે જ આત્મ તત્ત્વ છે..