Friday, June 9, 2023
Home Ajab Gajab માઉન્ટ આબુનું નક્કી સરોવર દેશભક્તિના રંગે રંગાયું, પાણી વચ્ચે ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં...

માઉન્ટ આબુનું નક્કી સરોવર દેશભક્તિના રંગે રંગાયું, પાણી વચ્ચે ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો..

ભાવનગર પત્રકાર (જિજ્ઞેષ ઠાકર)- ગુજરાતીઓમાં માનીતા હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ પડે એટલે હોઠ ઉપર ત્યાંનું સૌથી જાણીતું સ્થળ નક્કી સૌથી પહેલા આવે છે. પહાડોની વચ્ચે આ નક્કી સરોવરના કાંઠે સવાર અને સાંજે પસાર કરેલી પળો પણ કેટલાકની સ્મૃતિમાં તાજી થઇ પડે છે. હવે સરોવર દેશભક્તિના રંગે રંગાયું હોય તેમ તેમાં પાણી વચ્ચે ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. જેના લીધે સૌંદર્ય બેવડાઈ ગયું છે. નક્કીમાં બોટિંગ કરતી વખતે કે નજીકના ટોડ રોક ઉપરથી પાણીની વચોવચ લહેરાતા તિરંગાના દ્રશ્ય અદ્ભુત બન્યા છે.

Image Source- Jignesh Thaker

નક્કી સરોવરનું પાણી સરેરાશ 4 થી 5 માથોડા ઊંડું છે. તેથી તેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ કપરું કામ હતું. અગાઉ માઉન્ટ આબુની નગરપાલિકા દ્વારા 15મી ઓગસ્ટના સ્વાતંત્ર દિન નિમિત્તે તેની શરૂઆત કરવાનું સરકારી ધોરણે નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ છેવટે અઘરું કામ પાર પાડીને સરોવરમાં પોલ ઉભો કરી દશેરાના દિવસથી તિરંગો ફરકાવવામાં આવ્યો છે. નજીકના જયપુર પેલેસથી જોઈએ કે દૂર હનીમૂન પોઇન્ટથી જોઈએ તો પણ રાષ્ટ્રધ્વજ ફરકતો દ્રશ્યમાન થાય છે.

Image Source- Jignesh Thaker

ફરકતા રાષ્ટ્રધ્વજથી માઉન્ટ આબુ અને નક્કી લેકની શાનમાં વધારો થયો છે. ત્યાં જઈને સેલ્ફી ફોટો લેવાનું સહેલાણીઓમાં આકર્ષણ જામ્યું છે. બ્રહ્માકુમારી સંસ્થાનુ વડુ મથક હોવાથી માઉન્ટ આબુની સુંદરતા વધારવા તેઓ તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે. બ્રહ્માકુમારી દ્વારા અલૌકિક વાતાવરણ ખડું કરવામાં આવ્યું છે અને તેમાં પણ હવે બીજી તરફ તિરંગો લહેરાતા તેની ચાંદનીમાં ચાર ચાંદ લાગી ગયા છે.

Image Source- Jignesh Thaker

102 ફૂટની ઊંચાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ રાજસ્થાનમાં સૌથી ઊંચો હોવાનો રેકોર્ડ છે. ત્યાં નેશનલ પાર્ક પણ બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને તેનો ઉદઘાટન કાર્યક્રમ સવિશેષ બની રહ્યો હતો. કારણ કે નગરપાલિકાના 117 સફાઈ કર્મચારીઓ અને તેમાં સૌથી સિનિયર કર્મચારી શારદાબહેને તેનું ઓપનીંગ કર્યુ હતું. રામ જાનકી મંદિર, હનુમાન મંદિર, રઘુનાથ મંદિર સહિતના વિસ્તારો પણ લાઈમ લાઈટમાં આવી ગયા છે. કારણકે પ્રવાસીઓનો ધસારો હવે છેક નેશનલ પાર્ક સુધી જોવા મળે છે.

Image Source- Jignesh Thaker

અગાઉ એવું થતું હતું કે સહેલાણીઓ નક્કી લેકના ગેટ સુધી આવીને તેમજ ખાણીપીણી અને બોટિંગ પૂર્ણ કરીને પાછા ફરતા હતા, ત્યારે હવે તિરંગો લોકોને તેના મૂળ સુધી આકર્ષે છે. પ્રવાસીઓ સમગ્ર નક્કી લેકની ફરતે વિઝીટ કરીને ફરતા થયા છે.જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નર્મદામાં ટુરિસ્ટની સંખ્યામાં માતબર વધારો થયો છે,તેવું જ અહીં માઉન્ટ આબુમાં નક્કી લેક પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી પ્રવાસીઓનું આકર્ષણ વધ્યું છે.

અગાઉના આ ફોટાથી ખ્યાલ આવી જાય છે કે, પહેલા રાષ્ટ્રધ્વજ ન હતો ત્યારે કેવું લોકેશન દ્રશ્યમાન થતું હતું અને અત્યારે કેવું લાગે છે.

Source- https://www.holidify.com/places/mount-abu/nakki-lake-sightseeing-2851.html

-ફેકલ્ટી, જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, ઈગ્નો..

ભાવનગર પત્રકાર (જિજ્ઞેષ ઠાકર)

RELATED ARTICLES

Most Popular

Recent Comments