મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફી મુદ્દે આપી સરકારે મોટી રાહત…
રાજ્ય સરકારે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત આપી.
રાજ્યના ખાનગી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે 4 હપ્તામાં ફી ભરી શકશે. મેડિકલ અને પેરા મેડિકલના વિદ્યાર્થીઓએ પ્રથમ હપ્તાની 25 ટકા રકમ સપ્ટેમ્બરમાં ભરવાની રહેશે.
રાજ્યની ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે એકસામટી ફી ભરવામાંથી રાહત આપવા રજૂઆત કરી હતી,
જે બાદ રાજ્ય સરકારે મેડિકલ, ડેન્ટલ, ફીજીયોથેરાપી અને પેરા મેડિકલના મળીને 12307 વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે.