Thursday, November 30, 2023
Home Health જાહેર આરોગ્ય હિતમાં : મેલેરીયા ડેગ્યુ અને ચીકનગુનિયા તાવ અટકાવવો આપના જ...

જાહેર આરોગ્ય હિતમાં : મેલેરીયા ડેગ્યુ અને ચીકનગુનિયા તાવ અટકાવવો આપના જ હાથની વાત છે..

મેલેરીયા અને ડેન્યુફેલાવતા મચ્છરો આપના જ ઘરમાં ઉત્પન્ન થઇ શકે છે..

અને ઘરની વ્યક્તિઓને કરડીને મેલેરીયા , ડેગ્યુ , ચીકુનગુનિયા , ફેલાવી શકે છે..

જે જીવલેણ પણ બની શકે છે . તેનાથી બચવા આટલું અવશ્ય આવું કરો..

( ૧ ) પીવાનું પાણી તેમજ ઘર વપરાશનું પાણી જેમાં ભરેલ હોય તે કોઠી કે ટાંકી હવાચુસ્ત ઢાંકણ દ્વારા બંધ રાખવા . ( ૨ ) પાણીની ટૂંકીઓ , કોઠી , અવેડા , કુંડીઓ , પક્ષીકુંજ , કુલરનું પાણી , રેફ્રીજરેટરની નીચેની પાણી એકઠું કરવા માટેની ટ્રે વગેરે તમામને દર અઠવાડિયે ખાલી કરી બરાબર સાફ કરી સૂકવીને ઉપયોગમાં લેવા.

( 3) ઘરની બહાર કે આસપાસ બંધિયાર પાણી ભરાઇ રહેવા દેવું નહિ . તેને વહેતુ કરી દેવું . ખાડા , ખાબોચીયા સમતલ રાખવા જેથી પાણી બંધિયાર રહે નહી અને મચ્છર પેદા થાય નહીં.

( ૪ ) ઘરના ધાબા ઉપર તૂટેલા બીનવપરાશી વાસણો , ટાયર , ડબ્બા , ડબ્બીઓ જેવી વસ્તુઓમાં વરસાદની ઋતુમાં ભરાઇ રહેતા પાણીમાં પણ મરછર પેદા થાય છે, એટલે આવી બીનવપરાશી વસ્તુઓનો તાત્કાલિક નિફરી પાણી કાઢી નાખવું .

( ૫ ) જાજરૂની ગેસ પાઇપના ટોચ ફરતે ઝીણી જાળી અથવા હવા જઇ શકે તેવું પાતળું કાપડ વીંટાળેલું રાખવું જેથી મચ્છરો તેમાં પ્રવેશી ડા મૂકી શકે નહિં . –અંગત તકેદારી –

મચ્છર કરડવાથી બચવા રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ હિતાવહ છે.શરીર પુરૂઢંકાઇ તેવા કપડા પહેરવા.. – શરીરના ખુલ્લા ભાગો પર મચ્છર વિરોધી મલમ લગાડો..

-જંતુનાશકદવા છંટાવેલ હોય તેવા રૂમમાં સૂઇ રહેવું.ખુલ્લામાં સુવુ નહીં..

ઉપરની તકેદારી રાખવી એ દરેક ઘર અને દરેક નાગરિકની પોતાની તંદુરસ્તીના ઉત્તમ હિતમાં છે.

તાવ જણાય તો તે મેલેરીયા હોઇ શકે તે માટે નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરો અને વિનામુલ્ય ઉપલબ્ધ મેલેરીયાની સારવાર મેળવો…

ઉપરોક્ત તમામ તકેદારી રાખી સરકારશ્રીના મેલેરીયા નાબૂદી અભિયાન ૨૦૨૨ માં સહભાગી બનવા વિનંતી.

ઉપરોક્ત કોઇ પણ પ્રકારના પાણી સંગ્રહના સાધનોમાં મચ્છરના પોરા / લાર્વાની ઉત્પતિ જોવા મળશે તો બી પી.એમ સી.એક્ટ મુજબ દંડ વસુલ કરવામાં આવે છે જેની તકેદારી પણ રાખવી જોઈએ…

RELATED ARTICLES

Most Popular

Recent Comments