ધાવડી માંતાજીનાં મંદિરની આજુબાજુ ના વિસ્તાર અને ત્યાં આવેલ ગામ મેલકડીગામના વિસ્તારમાં કુદરતી સૌન્દર્ય સોળે કળા જાને ચોમાસામાં ખીલી ઉઠી ના હોય અને જાણે ભાવનગરે ને જ આ વાતાવરણ મળ્યું હોય ને એવું લાગે..
મેલકડી ગામ નજીકના ડુંગર હરિયાળી… જયાં છુટા હાથે વેર્યું છે કુદરતે વ્હાલ…..
ભાવનગરથી માત્ર 25 કિ.મી ના અંતરે આવેલ ગામ મેલ્કડી તેની આજુબાજુ ના મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે…
અત્યારે વસુંધરાએ લીલી ઓઢણી ઓઢી ધારણ કરેલું રૂપ મનને પ્રફુલ્લિત કરનારું અને આંખોને ટાઢક આપનારું છે…
આ જગ્યાની વિશેષતા એ છે કે આપનું વાહન આ ટેકરીઓની ઉંચામાં ઉંચી જે ટોચ છે ત્યાં સુધી જઈ શકે છે…
અને એટલે જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ માટે આ સ્થળ પર્યટન માટેનું મનપસંદ સ્થળ બન્યું છે…
ટેકરીઓની ઉપર પ્રકૃતિની સાથે સાથે માં ખોડિયારના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે…
ગનચુંબી ઊંચાઈને કારણે આ સ્થળેથી તળાજા તથા પાલિતાણાનો ડુંગર તથા પડવા પાવર પ્લાન્ટ સહિત અલંગના ખાડાઓ પણ જોઇ શકાય છે…