તમને ખબર છે શરીમાં મેંદો પચતા કેટલી વાર લાગે છે તો તમને જણાવી દઈએ કે મેંદો પૂરો પચતા 65 કલાક જેવુ લાગે છે, હા 65 કલાક, તમે જોશો કે આંતરડાના વિવિધ રોગોના વિષય પર હેલ્થ અવેરનેસ ટોકનું આયોજન કરવામાં આવે ત્યારે એક જ વાત આવે કે પાંચ વર્ષમાં અમુક રોગ બે ગણા વધી ગયા છે,
સ્વાસ્થ્ય માટે મેંદોકેમ હાનિકારક છે?
મેંદો એ ફક્ત ઘઉંનો લોટ જ છે, જેમાંથી ફાઈબર દૂર કરી પછી બેન્ઝોલ પેરાઓક્સાઇડ બ્લીચ કરવામાં આવે છે, અને પછી સાફ કરવામાં આવે છે, અને સફેદ રંગ અને ટેક્સચર આપવામાં આવે છે, ઘઉં થી મેંદા બનવા સુધી ની આવી ઘણી પ્રક્રિયાઓ છે, તે દરમ્યાન ઘણા પ્રકારના હાનિકારક પદાર્થો લોટમાં ભળી પણ જતાં હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે.
જો તમે સામાન્ય ખોરાક લીધો હોય તો શરીરમાંથી બહાર નીકળતા તેને 24 કલાક લાગે છે, અને એમાં પણ જો ફ્રુટ કે દૂધ લીધું હોય તો ૧૮ કલાકમાં પચે છે..
જો કે આહારમાં મેંદાની વસ્તુઓ લેવામાં આવે તો એને પચતા 65 કલાક જેવો સમય લાગે છે, પરિણામે આટલા સમય સુધી મેંદો આંતરડાની દીવાલને ચોંટેલા રહે છે, દિવાલને નુકસાન પણ કરી શકે, સાથે પોષક તત્વોને પણ નુકસાન પહોંચાડે છે, પીઝા, સેન્ડવીચ,અને જંક ફૂડ પર વધેલા ચલણને પગલે છેલ્લા પાંચ વર્ષમાં પેટ અને આંતરડાના રોગોમાં બે ગણો વધારો થયો છ..
તેમાં પણ ખાસ કરીને ૫૦ ટકા લોકો ભોજનો અનિયમિતતા અને જંક ફૂડ ખાતા હોવાથી ડોક્ટરો જણાવી રહ્યા છે એના કારણે પૈસાદાર હોય કે ગરીબ બંનેના બાળકોના શક્તિ ઓછી જોવા મળે છે તે ચિંતાજનક બાબત છે આજના બાળકોમાં એસિડિટી, અપચો, અલ્સરેટિવ, કોલઈટિસ, કબજિયાત અને લીવરના પ્રોબ્લેમનું તકલીફો જોવા મળે છે,
જંકફૂડમાં મેંદો વપરાય છે તે ખતરનાક છે આંતરડાના રોગોમાં યોગ્ય દવા અને લાઇફસ્ટાઇલ સુધારવાથી ફાયદો થાય છે જેમાં જમ્યા પછી બે કલાક સૂવું નહીં અને વજન ઉપાડવું નહીં ભૂખ કરતાં ઓછું ખાવું તળેલા મરી-મસાલા, ખાટા-મીઠા, ચોકલેટ, ખાવા ન ખાવા,
ખોરાકમાં અનાજનું પ્રમાણ ઓછું કરો અને ફ્રૂટ્સ વેજિટેબલ્સનું પ્રમાણ વધારો સામાન્ય રીતે આંતરડાનું કેન્સર દવાનું પ્રમાણ વધતું લિવરમાં સોજો થવો કિડનીની સમસ્યા બ્રેન ટ્યુમર અને કાન આંખના ઇન્ફેક્શન થવાની દર્દીને ઉલ્ટી વારંવાર થાય છે.
તેથી બચવ તીખો અને ગરમ મસાલા વાળો ખોરાક બને ત્યાં સુધી ઓછો લેવો જોઇએ તેમ જ તીખો ગરમ મસાલા વાળો ખોરાક બને ત્યાં સુધી ઓછો લેવો જોઈએ ખોરાકમાં પ્રવાહી લો, ખોરાકની સાથે કોકોનટ વોટર, લીંબુપાણી, નારંગીનો જ્યુસ લઈ શકાય તેમ જ ખોરાકમાં અનાજનાં પ્રમાણ ઘટાડવું જોઇએ..
તેમ જ ફળો તેમજ લીલાં શાકભાજી લેવા જોઈએ, આ સાથે બને એટલો કઠોડ લો, અને અનાજમાં પણ લિમિટેશન રાખવું અને આજના આ સમયે ખૂબ જરૂરી છે .
આયુર્વેદ ચિકિત્સક, ડો. કલ્પેશસિંહ ઝાલા, ભાવનગર