Thursday, November 30, 2023
Home Gujarat SBIની ચેતવણી! હવે ફોન ચાર્જ કરતા સમયે ખાલી થઈ શકે છે તમારી...

SBIની ચેતવણી! હવે ફોન ચાર્જ કરતા સમયે ખાલી થઈ શકે છે તમારી ખાતુ, આવી રીતે રહો સેફ..

પબ્લિક પ્લેસના ચાર્જિંગ સ્ટેશનમાં ફોન ચાર્જ કરતા પહેલા 100 વખત વિચારજો. તમારા ફોનનો ડેટા થોડી જ મીનિટોમાં હેક કરી શકાય છે.

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIએ પોતાના 42 કરોડ ગ્રાહકોને ચેતાવણી આપતા કહ્યું કે ક્યાંય પણ અજાણી જગ્યાએ ફોન ચાર્જ ન કરવો. બેન્કનું કહેવું છે કે, ફ્રોડ કરનારા આજકાલ ફોન ચાર્જ કરતા સમયે વાયરસ મોકલી ફોનને હેક કરી ઓનલાઈન ખાતાનો પાસવર્ડ અને અન્ય ડેટા ચેરી કરી રહ્યા છે.

જેથી બેન્કે લોકોને આ ખતરાથી સાવધાન રહેવા આગાહ કર્યા છે. ભારતીય સ્ટેટ બેન્કે લોકોને એક ટ્વીટ કરી સાવધાન કર્યા છે. બેન્કે કહ્યું કે, કોઈ પણ પબ્લિક પ્લેસના ચાર્જિંગ સ્ટેશનમાં ફોન ચાર્જ કરતા પહેલા 100 વખત વિચારજો. તમારા ફોનનો ડેટા થોડી જ મીનિટોમાં હેક કરી શકાય છે.

આવી રીતે થાય છે ગ્રાહકોનો પર્સનલ ડેટા ચોરી – આ એક પ્રકારનું સાયબર એટેક છે જે ફોનના ચાર્જિંગ પોર્ટની મદદથી કામ કરે છે. સામાન્ય રીતે લગભગ તમામ ફોનમાં ચાર્જિંગ પોર્ટ પણ ડેટા કનેક્શન અને યૂએસબી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેની મદદથી હેકર્સ તમારા ફોનમાં માલવેયર ઈન્સ્ટોલ કરી શકે છે અથવા તમારા ફોનથી ડેટા કોપી કરી શકે છે.

SBIની ચેતવણી – બેન્કે પોતાના ટ્વીટ દ્વારા જણાવ્યું કે, તમારે ક્યાંય પણ ચાર્જિંગ સ્ટેશનમાં તમારો ફોન ચાર્જ કરવાથી બચવું જોઈએ. એવું બની શકે છે કે, વાયરસના કારણે તમારા ફોનનો ડેટા ખતરામાં પડી શકે છે. તમે હેકર્ટને તમારો પાસવર્ડ અને ડેટા એક્સપોર્ટ કરવાનો મોકો આપી શકો છો.


આવી રીતે રાખો તમારા ખાતાને સેફ – બેન્કે પોતાના ગ્રાહકોને આનાથી બચવા કેટલીક ટીપ્સ પણ જાહેર કરી છે
1 – બેન્કે કહ્યું કે તમારે ચાર્જિંગ સ્ટેશન પર ઈલેક્ટ્રીક સોકેટને પહેલા ચેક કરી લેવું જોઈએ
2 – તમારે હંમેશા પોતાનો ચાર્જિંગ કેબલ સાથે રાખવો જોઈએ3 – હંમેશા ડાયરેક્ટ ઈલેક્ટ્રીક આઉટલેટની મદદથી જ ફોન ચાર્જ કરો

RELATED ARTICLES

Most Popular

Recent Comments