Wednesday, March 22, 2023
Home Useful Information 1 જાન્યુઆરીથી 11 અંકના થઇ શકે છે મોબાઇલ નંબર

1 જાન્યુઆરીથી 11 અંકના થઇ શકે છે મોબાઇલ નંબર

1 જાન્યુઆરીથી 11 અંકના થઇ શકે છે મોબાઇલ નંબર

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ તરફથી મોબાઈલ નંબરના અંકોમાં બદલાવને મંજૂરી આપી દીધી છે. સરકારની મંજૂરી બાદ ફિક્સ્ડ લાઈનથી સેલ્યુલર મોબાઈલ પર ડાયલિંગ પેટર્નમાં બદલાવ આવી જશે.

મતલબ હવે કોઈ પણ લેન્ડલાઈનથી સેલફોન પર કોલ કરતાં પહેલાં ઝીરો ડાયલ કરવું અનિવાર્ય હશે. આ નિયમ એક જાન્યુઆરી 2021થી પ્રભાવી થશે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ટેલિકોમ કંપનીઓને ફાળવેલ મોબાઈલ નંબરની સીરિઝની ડિટેઈલ આપવા નિર્દેશ કર્યો છે.

ભારતમાં મોબાઈલ યુઝરની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. તેવામાં નવા-નવા મોબાઈલ નંબરની જરૂર હોય છે. આ માટે ટ્રાઈ તરફથી મોબાઈલ નંબરને 10ના સ્થાને 11 અંકનો કરવા માટે લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી.

એવી આશા કરવામાં આવી રહી છે કે મોબાઈલ નંબરની સીરિઝ 10ના સ્થાને 11 અંકની કરાતાં અનેક કરોડોની સંખ્યામાં નવા મોબાઈલ નંબર તૈયાર કરી શકશે.
10ની જગ્યાએ 11 અંકોનો થઈ જશે

તમારો મોબાઈલ નંબર
મોબાઈલ નંબરના ડાયલિંગમાં બદલાવના પ્રસ્તાવ ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડિયા તરફથી જાહેર કરવામાં આવ્યું હતું, જેને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે.

ટ્રાઈ મુજબ 10ના સ્થાને 11 અંકોનો મોબાઈલ નંબર થવા પર દેશમાં મોબાઈલ નંબરની ઉપલબ્ધતા વધી જશે. ટ્રાઈ તરફથી થોડા દિવસો પહેલાં સરકારને મોબાઈલ નંબરમાં બદલાવના અનેક પ્રસ્તાવ આપવામાં આવ્યા હતા.

તેમાં નવો નેશનલ નંબરીંગ પ્લાન પણ સામેલ છે. સાથે જ ટ્રાઈ તરફથી ડોન્ગલ્સ માટે એક અલગ મોબાઈલ નંબર સીરિઝ જાહેર કરવાની ભલામણ કરવામાં આવી હતી. જેને 10ના બદલે 13 નંબર કરવાની સલાહ આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments