આખનાં નિષ્ણાત ડોકટરો ના કહેવા મુજબ, ડિજિટલ સ્ક્રીન સામે કામ કરતા લોકોએ કેટલીક તકેદારી જરૂર લેવી જોઈએ, કોઈ પણ સ્ક્રીન સામે કામ કરતી વખતે થોડા-થોડા સમયે બ્રેક લેવો જોઈએ..

20-20-20ના નિયમનું પાલન કરવું જોઈએ. એટલે કે ડિજિટલ સ્ક્રીન સામે 20 મિનિટ કામ કર્યા પછી 20 સેકન્ડનો બ્રેક લેવો જોઈએ અને એ સમયે ડિજિટલ સ્ક્રીનથી 20 ફૂટ દૂર રહેવું જોઈએ.
ડિજિટલ સ્ક્રીનને અત્યંત નજીકથી નિહાળવો જોઈએ નહીં.

આંખની કીકીને ચારે તરફ ફેરવવાની નાનકડી એક્સરસાઈઝ કરવી જોઈએ.
સ્માર્ટફોન વ્યસન બની જવાનાં ઘણા કારણો છે.
તેનું એક કારણ એક જ ઘરમાં રહેતા હોવા છતાં પરિવારજનો વચ્ચેના આંતરિક સંવાદમાં થતો ઘટાડો છે. લોકો પરિવારજનો સાથે વાત કરવાને બદલે સ્માર્ટફોનમાં જ ગૂંથાયેલા રહે છે.
એ ઉપરાંત લોકો ગ્રુપ સાથે પ્રવાસે જાય ત્યારે પણ એકમેકની સાથે વાત કરવાને બદલે સ્માર્ટફોન સાથે ચીપકેલા રહે છે.
લોકો વાસ્તવિકતાથી પલાયન માટે પણ સ્માર્ટફોનના આદી બની રહ્યા છે. પોતાનો ફાજલ સમય કેવી રીતે પસાર કરવો એ લોકો જાણતા નથી. તેથી તેઓ સ્માર્ટફોનના વ્યસની બની રહ્યા છે.

સ્માર્ટફોનનું વ્યસન છોડવું તે આપણા હાથમાં છે. દિવસમાં અમુક કલાક સ્માર્ટફોનથી દૂર રહેવાનો નિયમ બનાવવો જોઈએ. તેના પાલન માટે દૃઢ ઇચ્છા જરૂરી છે.”
સ્માર્ટફોનનું વ્યસન છોડવાની કેટલીક ટિપ્સ આ મુજબ છે.
સ્માર્ટફોન ફાસ્ટિંગ કરવું જોઈએ. સપ્તાહમાં એક દિવસ સ્માર્ટફોનથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ.
તમારે નક્કી કરવું જોઈએ કે દિવસ દરમિયાન ફોનકોલ્સ સિવાય હું સ્માર્ટફોનનો બીજો કોઈ ઉપયોગ નહીં કરું. થોડી મિનિટ મેસેજ ચેક જરૂર કરી શકાય.
આપણે આપણું ધ્યાન પુસ્તકના વાચન કે લેખન જેવી બીજી બાબતો તરફ વાળવું જોઈએ.
ચાલવા જતી વખતે કે મંદિરે જતી વખતે સાથે સ્માર્ટફોન રાખવો ન જોઈએ.

આંખની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે શું ખાવું?
વિટામિન-એ રોડોપ્સિનના ઉત્પાદનને વેગ આપે છે અને નેત્રપટલની કામગીરીને સરળ બનાવે છે. લીલાં શાકભાજી, ગાજર અને પપૈયામાંથી વિટામિન-એ મળે છે.
વિટામિન-સીથી ભરપૂર ખોરાક ખાવાથી એન્ટીઓક્સિડેન્ટ્સ મળે છે. તેનાથી દૃષ્ટિ સુધરે છે. વિટામિન-સી લીંબુ અને નારંગી જેવાં ફળોમાંથી મળે છે.