Friday, June 9, 2023
Home Health શું તમારા મોઢામાંથી વાસ આવે છે? અને દાંત હલે છે? તો...

શું તમારા મોઢામાંથી વાસ આવે છે? અને દાંત હલે છે? તો આ રીતે બનાવો ઘરે જ પાવડર!

મોંમાથી વાસ આવવી અને દાંત નબળા પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે. મોટાભાગે આ આપણી લાઇફ સ્ટાઇલ સાથે જોડાયેલ હોય છે. મોંમાથી વાસ સિવાય લોહી આવવુ, પેઢામાં દુખાવો થવો,

પેઢામાં લોહી નિકળવુ, દાંતમાં કેવિટી થવી તેમજ બીજા અનેક પ્રકારની સમસ્યાઓ આપણાં દાંત માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તો જાણો મોંમાથી આવતી વાસને દૂર કેવી રીતે કરશો.

તુલસીના પાન

તુલસીના પાનનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ આર્યુવેદિકમાં પણ છે. તુલસી અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. મોંમાથી વાસને દૂર કરવા માટે તમે તુલસીનો ઉપયોગ કરી શકો છો.

આ માટે તમે તુલસીના પાનને સુકવી લો અને પછી એનો પાવડર બનાવી લો. આ પાવડરથી દાંત પર મંજન કરો. આ પાવડર તમારા મોંમાથી આવતી વાસ દૂર કરે છે અને સાથે પેઢામાંથી નિકળતુ લોહી બંધ થઇ જાય છે.

મોંની પ્રોપર રીતે તમે સફાઇ કરતા નથી તો અનેક હેલ્થ ઇસ્યુ થવા લાગે છે. ઘણાં લોકો મોંની સફાઇ પ્રોપર રીતે કરતા નથી જેના કારણે અનેક બીમારીઓને આમત્રંણ મળે છે. આમ, જો વાત કરવામાં આવે તો ઘણાં લોકોના મોંમાંથી વાસ આવતી હોય છે. આ વાત પર તમે પ્રોપર રીતે ધ્યાન આપતા નથી તો દાંત પડવા લાગે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments