PM નરેન્દ્ર મોદીની અંગત વેબસાઈટનું ટ્વીટર એકાઉન્ટ થયું હેક,હેકરે બિટકોઇનમાં માંગ્યું દાન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વેબસાઈટનું ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.આ ઘટના ગઈ રાતે ૩.૦૯ થી ૩.૧૬ની વચ્ચે બની હતી.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટરે આ વાતની પુષ્ટિ કરી હતી,ટ્વીટરે ટ્વીટ કરીને કહ્યું કે, એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
નરેન્દ્ર મોદીની અંગત વેબસાઈટ narendramodi.inના ટ્વીટર એકાઉન્ટ પરથી હેકરે કોવિડ-19ના ડોનેશન માટે બીટક્વાઈનની માંગ કરવામાં આવી હતી,
હેકરે ટ્વીટ કરીને લખ્યું હતું કે,”હું તમને બધાને અપીલ કરું છું કે કોવિડ-19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં દાન કરો.” આ દાન ક્રિપ્ટો કરન્સી બિટકોઇનમાં માગવામાં આવ્યું હતું.બાદ માં થોડાજ સેકન્ડોમાં આ ટ્વીટ ડીલીટ થઇ ગયું હતું.મોટી વાત તો એ છે કે નરેન્દ્ર મોદીની વેબસાઈટના ટ્વીટર એકાઉન્ટ પર 25 લાખથી વધુ ફોલોવર્સ છે.
એકાઉન્ટ હેકરે તેના જૂથનું નામ જ્હોન વિક રાખ્યું છે, એવું કહેવામાં આવે છે કે આ જૂથ પેટીએમ મોલની ડેટા ચોરીમાં પણ સામેલ હતો.ટ્વિટરના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું, ‘અમે આ ઘટનાથી વાકેફ છીએ અને હેક કરવામાં આવેલ એકાઉન્ટને સુરક્ષિત રાખવા પગલાં લેવામાં આવ્યા છે.
અમે આ સમગ્ર મામલાની ઝડપથી તપાસ કરી રહ્યા છીએ. અત્યારે, અમને કોઈ અન્ય ખાતાને અસર થવાની માહિતી નથી.