Saturday, June 10, 2023
Home Entertainment પીએમ મોદીએ શેર કર્યો વિડિયો

પીએમ મોદીએ શેર કર્યો વિડિયો

મોર સાથે મિત્રતાઃ પીએમ મોદીએ શેર કર્યો વિડિયો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આજે એક નવા સ્વરૂપમાં જોવા મળ્યા. એમણે પોતે જ સોશિયલ મિડિયા પર શેર કરેલા વિડિયોમાં એ તેમના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે રાષ્ટ્રીય પક્ષી મોરને દાણા ખવડાવતા જોવા મળ્યા છે.

આ વિડિયોને સોશિયલ મિડિયા પર જોરદાર પ્રતિસાદ મળ્યો છે.

સાંજે 6 વાગ્યા સુધીમાં આ વિડિયો-પોસ્ટને એમના ફેસબુક એકાઉન્ટ પર 3 લાખ 66 હજાર લોકોએ લાઈક કરી હતી,

20 હજાર લોકોએ એની પર કમેન્ટ કરી હતી અને 47 હજારથી વધારે લોકોએ શેર કરી હતી.

સાંજે 6 વાગ્યા સુધીમાં આ વિડિયો-પોસ્ટને એમના ફેસબુક એકાઉન્ટ પર 3 લાખ 66 હજાર લોકોએ લાઈક કરી હતી, 20 હજાર લોકોએ એની પર કમેન્ટ કરી હતી અને 47 હજારથી વધારે લોકોએ શેર કરી હતી.


આ વિડિયો ક્લિપ મોરને ખવડાવતા પીએમ મોદીની અનેક તસવીરો અને શોર્ટ વિઝ્યૂલ્સનું કોલાજ છે.


આ વિડિયો ક્લિપમાં બેક ગ્રાઉન્ડમાં શાસ્ત્રીય સંગીત પણ હળવું અને કર્ણપ્રિય છે.

વાંસળીના સૂર મનને ખૂબ જ સાંત્વન આપનારા છે.

પ્રકૃતિ પ્રત્યે અને પક્ષીઓ પ્રત્યે પીએમ મોદીનો પ્રેમ જાણીતો છે. આ પોસ્ટ એનો બોલતો પુરાવો છે.


વિડિયોમાં જોઈ શકાય છે કે વડા પ્રધાન એમના મોર્નિંગ વોકના સમયે ચાલી રહ્યા છે અને મોર પણ ત્યાં કોઈ ડર રાખ્યા વગર ઘૂમી રહ્યો છે.


બાદમાં એ મોદીજીના હાથમાં રહેલા દાણા ખાતો જોઈ શકાય છે.

આ પોસ્ટ સાથે મોદીએ એક કવિતા પણ પોસ્ટ કરી છેઃ
મોદીએ આ કંઈ પહેલી વાર એમના અંગત જીવનનો વિડિયો શેર નથી કર્યો. આ પહેલાં એમણે યોગ કરતા હોય એવો વિડિયો અને એમના માતા હિરાબા સાથે સત્તાવાર બંગલાની લોનમાં ટહેલતા હતા એ વખતની તસવીરો પણ સોશિયલ મિડિયા પર શેર કરી હતી. એ તસવીરો લોકોના દિલને સ્પર્શી ગઈ હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments