Friday, June 2, 2023
Home Technology હવે કાર્ડ વગર પણ ATMમાંથી નિકળશે પૈસા

હવે કાર્ડ વગર પણ ATMમાંથી નિકળશે પૈસા

હવે કાર્ડ વગર પણ ATMમાંથી નિકળશે પૈસા, આ બેંકે ગ્રાહકોને આપી નવી સુવિધા

ઘણી વખત એવું બને છે કે એટીએમ કાર્ડ હાજર ન હોવાને કારણે લોકો પૈસા ઉપાડી શકતા નથી.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી એસબીઆઈ સહિત દેશની ઘણી બેંકો ગ્રાહકોને કાર્ડલેશ પૈસા ઉપડવાની સુવિધા આપી રહી છે.

આ હવે આ કડીમાં બેંકનો વધારો થયો છે. તે ખાનગી ક્ષેત્રની આરબીએલ બેંક છે.

આરબીએલ બેંકે એટીએમ માંથી વગર કાર્ડે (કાર્ડલેસ) પૈસા ઉપાડવાની સુવિધા શરૂ કરી છે.

બેંકે કહ્યું કે તેણે આ સુવિધા માટે વૈશ્વિક ફાઇનાન્સ ટેકનોલોજી પ્રદાતા કંપની એમ્પેજ પેમેન્ટ સિસ્ટમ્સ સાથે કરાર કર્યો છે.

બેંકે કહ્યું કે, હવે તેના ગ્રાહકો આરબીએલ બેંકની ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર (આઇએમટી) સેવાથી સજ્જ 389 એટીએમ અને બેંકોના 40 હજારથી વધુ એટીએમમાંથી ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના પૈસા ઉપાડી શકે છે.

આ સુવિધાનો લાભ ઉઠાવવામાં માટે ગ્રાહકને આરબીએલ બેંકની મોબેંક એપ્લિકેશનમાં લોગ ઇન કરવું પડશે.

ત્યાર બાદ ગ્રાહકે બેંકના એટીએમ મશીનથી રજીસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી અથવા એપ્લિકેશનમાં કેટલાક વિકલ્પોનો ઉપયોગ કરીને કાર્ડલેસ ઉપાડ કરી શકશે.

જણાવી દઈએ કે આરબીએલ બેંક પહેલાં એસબીઆઈ યોનો એપ દ્વારા આ સુવિધાઓ આપી રહી છે. આ સિવાય બીજી ઘણી બેંકોએ પણ આની શરૂઆત કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments