85 લાખની કાર લઈને ફરી રહેલા ઉદ્યોગપતિના દીકરાને ચાર રસ્તે દંડવામાં આવ્યો, જુઓ Video
મનોજ રાઠોડ, ઈન્દોરઃ મધ્ય પ્રદેશના ઈન્દોર (Indore)માં લૉકડાઉન (Lockdown) દરમિયાન એક યુવકને Porscheની સવારી મોંઘી પડી ગઈ. માસ્ક પહેર્યા વગર ફરી રહેલા યુવક પાસે પોલીસ ઉઠક-બેઠક કરાવી અને માસ્ક પહેરવાની સલાહ પણ આપી. આ ઘટનાની તસવીરો અને વીડિયો (Social Media)માં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
કોરોના વાયરસ (Coronavirus)ના હૉટ સ્પૉટ (Hot Spot) બનેલા ઈન્દોરમાં એક યુવક 85 લાખની પોર્શ કંપનીની લક્ઝરિયસ કાર લઈને ફરવા નીકળ્યો હતો. તેને જોઈને પોલીસકર્મીઓ તેને રોકી દીધો.
માસ્ક ન પહેરવાનું કારણ પૂછતા યુવકે સંતોષકારક જવાબ આપ્યો નહીં. બાદમાં પોલીસે યુવકને પાઠ ભણાવવા રસ્તા વચ્ચે કાન પકડીને તેની ઉઠક-બેઠક કરાવી અને હવેથી માસ્ક પહેરવા માટે ચેતવણી આપીને છોડી મૂક્યો.