Saturday, December 9, 2023
Home News IMD Monsoon 2023: આ વર્ષે કેવો પડશે વરસાદ? ચોમાસા પર હવામાન વિભાગનો...

IMD Monsoon 2023: આ વર્ષે કેવો પડશે વરસાદ? ચોમાસા પર હવામાન વિભાગનો અંદાજ, અલ નીનોને લઇને આવ્યું આ એલર્ટ

IMD Monsoon 2023 : આ વર્ષે ચોમાસું કેવું રહેશે, ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર હોય છે. મોનસૂનને લઇને આ વર્ષે મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. આઈએમડીના મતે આ વર્ષે ચોમાસાની શરૂઆત જલ્દી થશે. મોસમ વિભાગના મતે આ વર્ષે એવરેજ 96 ટકા વરસાદ થશે.

મોસમ વિભાગે પ્રથમ વખત આ ભવિષ્યવાણી કરી છે. આ પહેલા પ્રાઇવેટ વેધર એજન્સી સ્કાયમેટે આ વર્ષે એવરેજ 94 ટકા વરસાદ પડવાનો અંદાજ લગાવ્યો હતો. સ્કાઇમેટે કહ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર મહિના વચ્ચે અવરેજથી ઓછો વરસાદ થઇ શકે છે.

આઈએમડી મોનસૂનની સ્થિતિ પર નજર રાખશે અને મે મહિનામાં વધુ એક અપડેટ જાહેર કરશે. જણાવી દઈએ કે સામાન્ય રીતે 25 મે થી 1 જૂન વચ્ચે ચોમાસાની શરૂઆત થાય છે. ભારતમાં સૌથી પહેલા મોનસૂન તટીય કેરળમાં પહોંચે છે. આ પછી ધીરે-ધીરે આખા દેશમાં પહોંચે છે. પહેલા સ્ટાઇમેટની ચેતવણી પછી ખેડૂતો માટે થોડી નિરાશાભરી ખબર હતી પણ આઈએમડીના અંદાજથી થોડી રાહત મળી છે.

શું છે સામાન્ય વરસાદની એવરેજ
આઈએમડીના મતે જો વરસાદ LPA (લોંગ પીરિયડ એવરેજ)ના 90-95% વચ્ચે હોય તો તેને સામાન્યથી ઓછો કહેવાય છે. LPA 96-104% વચ્ચે હોય તો સામાન્ય વરસાદ કહેવાય છે. LPA 104-110% વચ્ચે હોય તો તે સામાન્યથી વધારે વરસાદ કહેવાય છે. 110% થી વધારે હોય તો વધારે વરસાદ અને 90% હોય તો ઓછો વરસાદ એટલે દુષ્કાળ કહેવાય છે.

આ પણ વાંચો – દેશની હાલાતથી લઇને અદાણી સુધી… સોનિયા ગાંધીએ મોદી સરકાર પર લગાવી દીધી આરોપોની વણઝાર

ભારતના લગભગ અડધાથી વધારે ખેડૂતો પોતાના ખેતરમાં ચોખા, મકાઇ, શેરડી, કપાસ અને સોયાબીન જેવા પાકો ઉગાડવા માટે વાર્ષિક જૂન-સપ્ટેમ્બરના વરસાદ પર નિર્ભર કરે છે. જોકે બીજી તરફ સ્કાઇમેન્ટને અંદાજો છે કે દેશના ઉત્તર અને મધ્ય ભાગમાં વરસાદની અછતનો ખતરો બની રહેશે.

અલ નીનોની પણ જોવા મળે છે અસર
આઈએમડીના મતે અલ નીનોની પણ અસર પડી શકે છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અલ નીનોની અસર જોવા મળી શકે છે. સેન્ટ્રલ અને ઇસ્ટર્ન પેસિફિક ઓશન વિસ્તારને ગરમ થવાને અલ નીનો કહેવાય છે. આમ થવા પર આખી દુનિયાના મોસમ પર અસર પડે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments