Tuesday, October 3, 2023
Home Ajab Gajab ચોમાસાની ઋતુ દરમ્યાન વીજળીના બનાવમાં લેવામાં આવતા સાવચેતીના પગલા

ચોમાસાની ઋતુ દરમ્યાન વીજળીના બનાવમાં લેવામાં આવતા સાવચેતીના પગલા

તમને જણાવી દઈએ કે, વાવાઝોડુ અને વીજળી મોટેભાગે સાથે જ થાય છે. વીજળીના એક ઝબકારામાં ૧,રપ,૦૦૦,૦૦૦ વોલ્ટ જેટલી વીજળી હોય છે. જે ૧૦૦ વોટના વીજળીના બલ્બને ત્રણ મહિનાથી પણ વધુ ચલાવવા માટે અથવા તો કોઈને ગંભીર ઈજા પહોંચાડવા માટે અથવા કોઈનું મોત નિપજાવવા માટે પૂરતું ગણાય.

વાવાઝોડ અને વીજળીના બનાવ વખતે કેવા પગલાં લેવા તેની જાણકારી જીવન બચાવવામાં મદદરૃપ થાય છે. વીજળી એવી બાબત છે કે તમારે તેના પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ, જેથી આવા પ્રસંગે તાત્કાલિક સલામત આશ્રય શોધવો પડે.

વીજળીનો કડાકો સંભળાય તો અનિવાર્યપણે જરૃરી ન હોય તે સિવાય બહાર ન જશો. બારી, બારણા અને વીજળીના ઉપકરણોથી દૂર રહો. વીજળીના વાહક બને તેવા કોઈપણ ચીજવસ્તુથી દૂર રહો.

વાવાઝોડા દરમિયાન ટેલિફોનનો ઉપયોગ કરશો નહીં. વીજળી, બહાર આવેલી ટેલિફોનની લાઓનિ પર ત્રાટકી શકે છે. ખાસ આકસ્મિક્તા હોય તે પૂરતું જ ટેલિફોનનો ઉપયોગ કરો. સિન્ક, બાથ અને નળ સહિત નળીઓનો સંપર્ક ટાળો.

જ્યારે આપ ઘરની બહાર હોવ તયારે વીજળીથી બચી શકાય તેવું આશ્રય શોધો. મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, પરંતુ આવું કોઈ મકાન આસપાસમાં મળે તો તમે કોઈ બખોલ, ખાઈ અથવા ગુફામાં રક્ષણ મેળવી શકો છો. વૃક્ષો યોગ્ય આશ્રય ગણાય નહીં. ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે. વૃક્ષનો આશ્રય ક્યારેય લેવો નહીં.

મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો. વાહનો વીજળીથી તમને સૌથી સારૃં રક્ષણ પૂરૃં પાડી શકે છે. જેનું છપરૃં મજબૂત હોય તેવી કાર/વાહનમાં રહો. ધાતુનું આવરણ ધરાવતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો નહીં. બાઈક, વીજળી અથવા ટેલિફોનના થાંભલા, તારની વાડ, યંત્રો વગેરે સહિત ધાતુની ચીજવસ્તુઓથી દૂર રહો.

જ્યારે તમારા માથાના વાળ ઊભા થીઈ જાય અથવા ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે વીજળી તમારી આસપાસ ત્રાટવક ઉપર છે તેમ સમજવું. તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા. જમીન પર સુવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.

વીજળીનો આંચકો લાગેલી વ્યક્તિને જરૃર જણાય તો સીપીએમ (કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન) એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી અને હોસ્પિટલે પહોચડવા જોઈએ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments