ગુજરાત માટે ખુશખબર : નર્મદા ડેમની જળ સપાટી 131.01 મીટરે પહોંચી, 10 દરવાજા ખોલાતાં 21 ગામોને કરાયા એલર્ટ..
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 131.01 મીટરને પાર થઈ છે. જેના કારણે નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા છે. બીજી તરફ જળ સપાટી વધતા વીજ મથક પણ ધમધમતું થયું. 1 હજાર 200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ શરૂ કરાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમની (Water level of sardar srovar) સપાટી માં વધારો 24 કલાક માં ડેમ ની જળ સપાટી માં 80 સેન્ટિમીટર નો વધારો નોંધાયો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતા વીજ મથક ધમધમતું થયું છે. ડેમની જળ સપાટી 130.85 મીટર પર પહોંચી પાણીની આવક નર્મદા ડેમ માં 85,778 ક્યુસેક ડેમના ગેટ લાગ્યા બાદ ડેમને 138.68 મીટર સુધી ભરી શકાય છે. ગત વર્ષે ડેમ પર ગેટ લાગ્યા ત્યારબાદ રાજ્યમાં પહેલી વાર ઑવરફ્લોનો નજારો જોવા મળ્યો હતો.
નર્મદા નદીમાં 40 હજાર 136 ક્યુસેક ક્યુસેક પાણી આવક થતા નદી બે કાંઠે વહેતી થઇ. નર્મદા ડેમમાં 85 હજાર 390 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ભરૂચ અને નર્મદા જિલ્લાના 3 તાલુકાના 21 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મહીસાગર નદી ઉપર આવેલા કડાણા ડેમમાં ઉપરવાસમાથી પાણીની આવક ઘટતાપાણીનો નિકાલ કરતાં દરવાજા બંધ કરાયા છે, પરંતુ જલવિદ્યુતનું ઉત્પાદન ચાલુ છે.
60 મેગાવોટના ચાર ટર્બાઈન અહી હોવાથી 240 મેગાવોટ વીજળી હાલ પેદા થઈ રહી છે॰ કરજણ ડેમમાં પાણી ની ખૂબ આવકને પગલે બેદરવાજા ખોળાયા છે અને જળ વિદ્યુતનું ઉત્પાદન થઈ રહ્યું છે. અમરેલી જિલ્લાના 10 માથી 9 ડેમ સતત ઓવરફલો થઇરહ્યાં છે. હવે એકમાત્ર વડી ડેમ છલકાવાનો બાકી છે, જે 50 ટકા ભરાઇ ચૂક્યો છે. જિલ્લાની ધાતરવડી અને શેત્રુજી નદીમા એટલુ પાણીવહ્યું છે કે તેના પર બનેલા ડેમો અનેક વખત ભરી શકાય.
ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષીણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચમાંથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે… હવામાન વિભાગના મતે શનિવારે સુરત,નવસારી, વલસાડ, તો રવિવારે આણંદ, સુરેન્દ્રનગર, ભાવનગર ,બોટાદ,વડોદરા, ભરૂચ સુરત પોરબંદર દ્વારકા કચ્છ જયારે સોમવારે રાજકોટ જુનાગઢ પોરબંદર મોરબી દ્વારકા બનાસકાંઠા આણંદ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.