Thursday, September 28, 2023
Home Ajab Gajab નાસિક-મુંબઈ નજીક આવેલ આ જગ્યાએ ભર ઊનાળે પણ શિયાળા જેવી ઠંડક લાગશે!!

નાસિક-મુંબઈ નજીક આવેલ આ જગ્યાએ ભર ઊનાળે પણ શિયાળા જેવી ઠંડક લાગશે!!

નાસિક-મુંબઈ નજીક આવેલ આ જગ્યાએ ભર ઊનાળે પણ શિયાળા જેવી ઠંડક લાગશ !!

અનેકવાર મુંબઈ અને નાસિક ગયા હશો પરંતુ આ જગ્યા ચૂકી ગયા

હાલ ઊનાળો એટલો આકરો છે કે ઘરની બહાર નીકળવાનું મન ન કરે તેવા સમયે કોઈ તમને કહે કે ચોલા ટ્રોકિંગ કરવા તો તમે કહેશો કે ભાઈનું ચસકી ગયું છે કે શું. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આપાણા પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં નાસિક-મુંબઈ અને પૂના આ ત્રણ શહેરોના ત્રિકોણની વચ્ચે આવેલ અહમદનગર જિલ્લાના ફરવાના સ્થળ ભંડારદાર નજીક એક એવી વેલી આવેલ છે જ્યાં ભર ઊનાળે બળબળતા બપોરમાં પણ એસી જેવી કુદરતી ઠંડક રહે છે.

નાસિક-મુંબઈ કે પૂણેથી સરળ રીતે પહોંચી શકશો..

આ જગ્યા એટલે સાંધણ વેલીનાસિક જિલ્લાની હદ નજીક અહમદનગર જિલ્લામાં આવેલ ભંડારદાર કે વ્હિલસન ડેમ અંગે તો તમે કદાચ સાંભળ્યું જ હશે. પરંતુ તેની નજકી જ આવેલ આ જગ્યાએ વિશે બહુ ઓછો લોકોએ સાંભળ્યું હશે. અહીં મુંબઈ-પુનાથી અનેક યુવાનો વરસાદના ચાર મહિના સિવાય ટ્રેકિંગ માટે આવે છે. ઉંચા ઉંચા પર્વતો વચ્ચે આવેલ આ ખીણમાં ટ્રેકિંગ કરવાનું અને રાત્રી મુકામ પણ આ વેલીમાં જ કરવાનો તેમનું લક્ષ્ય હોય છે.

એશિયાની બીજા નંબરની સૌથી મોટી વેલી.

અહમદનગરના સામરદ ગામથી આગળ દોઢથી બે કીમી સુધી સર્પાકાર આગળ જતી આ વેલી ટ્રેકિંગ અને એડવેન્ચરનો શોખ ધરાવતા લોકોની સાથે સાથે અહીં આવનાર અન્ય પ્રવાસીઓને પણ મોહી લે છે. એકવાર તમે વેલીમાં આગળ વધો એટલે કેટલાક ઠેકાણે વેલી એટલી સાંકળી છે સૂર્યનો પ્રકાશ પણ અહીં પહોંચતો નથી. વેલીની સામેની તરફ આજોબા પર્વત અને રતન ગઢ આવેલા છે તો પાછળી તરફ અલંગ-મદન-કુલંગ ગઢ અને મહારાષ્ટ્રનું સૌથી ઉંચૂ શિખર કળસુબાઈ આવ્યું છે. આ શિખરો તમને સહ્યાદ્રી પર્વતમાળાની વિશાળતાનું ભાન કરાવશે.

કુદરતી સૌંદર્ય તમને કોઈ અલૌકિક દુનિયામાં લઈ જશે..

એશિયા ખંડની સૌથી મોટી વેલીઓમાં સાંધણ વેલીનો નંબર બીજો આવે છે. આ વેલીની સુંદરતા અલૌકીક હોવાનું કહેવાય છે અને એટલે જ દુનિયાભરથી પર્યટકો તેને જોવા માટે આવે છે. જો તમારે પણ સાંધણ વેલી ફરવી હોય તો ઓછામાં ઓછા બે દિવસનો સમય આપવો પડે. ઊનાળાની ગરમીમાં વીકેન્ડમાં ફરવા માટેનું આ બેસ્ટ પ્લેસ બની શકે છે. ગુજરાતના અમદાવાદથી નાસિક કે મુંબઈ થઈને તમે 15-16 કલાકમાં અહીં પહોંચી શકો છો.

વેલીની સુંદરતા જોવા માટે ગાઈડ સાથે રાખવો જરુરી..

સાંધણવેલી જવા માટે તમે સામરદ ગામ પહોંચો એટલે અહીં જમવાનો પણ અલગ જ પ્રકારનો પ્રબંધ હોય છે. અહીં તમને કોઈ રેસ્ટોરન્ટ નહીં મળે પરંતુ ગામવાસીઓમાંથી જ કોઈકના ઘરે ચુલા પર બનાવવામાં આવેલ સ્વાદિષ્ટ ભોજન જમવાની તક મળશે. જેનો સ્વાદ મહિનાઓ સુધી તમારી દાઢમાંથી નહીં જાય. જમ્યા બાદ થોડીવાર આરામ કરીને આગળના પ્રવાસ માટે સજ્જ થવાનું. જો સાંધણ વેલીનો સુરક્ષીતપણે આનંદ લેવો હોય તો એક ગાઈડ જરુર કરી લેજો. જે તમારી ખાવા-પીવાની, રાત્રી રોકાણ માટે તંબૂ અને અન્ય એડવેન્ચર માટે જરુરી તમામ સાધનોની વ્યવસ્થા કરી આપશે. જોકે આ માટે થોડું ખિસ્સું મોકળું કરવું પડશે.

એડેવેન્ચરથી ભરપૂર છે વેલી..

વેલી આ ગામની નજીક જ આવી હોવાથી ત્યાં પહોંચવા ખાસ લાંબો પ્રવાસ કરવો પડતો નથી પરંતુ એકવાર વેલીમાં ગયા પછી જ સાચો પ્રવાસ શરુ થાય છે. વેલીમાં અંદર જવાનો રસ્તો ખૂબ સહેલો છે પરંતુ તેમ છતા ઘણા લોકો અહીં સીધા ઉતરવાની જગ્યાએ રોપલિંગ જેવા એડવેન્ચર રસ્તા અપનાવે છે. જોકે આ વેલીમાં આગળનો પ્રવાસ કરવામાં અનેક ઠેકાણે તમારે રોપલિંગ, હ્વેલી ક્રોસિંગ, ફ્લાયિંગ ફોક્સ, જાયંટ સ્વિંગ્સ જેવા અનેક સાહસી પગલા લેવા પડશે. જે માટે તમારી સાથે કોઈ જાણકાર હોવા ખૂબ જરુરી છે.

એક રાત જંગલની વચ્ચે બની રહેશે અવિસ્મરણિય અનુભવ..

વેલીમાં જેમ જેમ અંદર ઉતરો તેમ તેમ અંધારું શરુ થાય છે અને તમારે બેગમાંથી ટોર્ચ કાઢીને આગળનો પ્રવાસ શરુ કરવો પડે છે. જોકે તે થોડ સમય માટે જ હોય છે. આગળ જતા એક મોકળાશવાળી જગ્યા આવે છે અને અહીં તમે ડેરા તંબૂ નાખીને ગામમાંથી સાથે લાવેલા જમવાના ડબ્બા ખોલવાનો વારો આવે છે. સામાન્ય રીતે ઘરે જમો એટલે તરત ઊંઘ આવે પરંતુ અહીં કુદરતી ઠંડક વચ્ચે તારાઓથી ભરેલા આકાશને કલાકો સુધી નીહાળતા રહેશો. મોટા શહેરોના આકાશમાં ન દેખાતા તારાઓ અને નક્ષત્રો અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. સવારે ઉઠીને પરત ફરવાના પ્રવાસમાં લાગવાનું અને બપોર સુધીમાં સામરદ ગામ પરત ફરી અહીં જ ભોજન લઈને પરત પોતાના શહેર પાછા ફરતા એક દિવનો આ વિસ્મરણીય અનુભવ વાગોળતા તમારું શરીર આગળ વધશે પરંતુ મન ચોક્કસ સાંધણ વેલીમાં રહી જશે.

કઈ રીતે જશો..

મહારાષ્ટ્રના મુંબઈ, નાસિક કે પછી પૂણે પહોંચી ને તમને અહમદનગરમાં આવેલ ભંડારદાર પહોંચી શકો છો. નાસિકથી સાંધણ વેલીનું અંતર 90 કિમી જેટલું છે જ્યારે મુંબઈથી આ અંતર 183 કિમી અને પૂણેથી 194 કિમી જેટલું છે.

અહીં જવા માટે તમે પ્રાઇવેટ વાહન અથવા ભંડારદાર સુધી સરકારી બસમાં જઈ શકો છો. જ્યાંથી સાંધણવેલી પાસે આવેલ સામરદ ગામ સુધી તમને શેર પર ચાલતી જીપ મળી રહેશે. સાંધણવેલી સુધીનો તમામ રસ્તો સૈહ્યાદ્રી પર્વતમાળાની વચ્ચે હોવાથી રસ્તામાં પણ તમને અનેક નયનરમ્ય નજારા જોવા મળશે.

સાંધણવેલી અનેક લોકો આવે છે, વીકેન્ડ માટે ફરવાનો બેસ્ટ વિકલ્પ…

RELATED ARTICLES

Most Popular

Recent Comments