નસકોરી ફુટે ત્યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમજ ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે.
નસકોરી ફુટે ત્યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન ઉપર ફેરવવાથી લોહી બંધ થાય છે.
લીંબુનો રસ કાઢી નાકમાં પીચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ હંમેશ દૂર થાય.
નસકોરી ફુટે તો શેરડીના રસના ટીપા ગાયના ઘીના ટીપા, દૂધના ટીપા, ખાંડના પાણીના ટીપા, દ્રાક્ષના પાણીના ટીપા કે ઠંડા પાણીના ટીપા ગમે તે એક વસ્તુના ટીપા નાકમાં નાખવાથી લોહી પડતું બંધ થાય છે.
નસકોરી ફુટે તો ફટકડીનું ચુર્ણ સુંઘાડવું અને ફટકડીનું પાણી નાકમાં નાખવાથી લોહી તરત બંધ થાય છે.
ઘઉંના લોટમાં સાકર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે.
મરી અને દહીંને જુના ગોળમાં મેળવીને પીવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
કેરીની ગોટલીનો ચુર્ણ નાક વડે સુંઘાડવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
દુધીનો રસ, સાકર સાથે પીવાથી નાકમાંથી કે ગળામાંથી લોહી બંધ થાય છે.
મરી અથવા અજમો નાખીને ગરમ કરેલું તેલ નાકમાં નાખવાથી કે સુંઘવાથી નાક બંધ થઈ ગયું હોય તો ખુલે છે.
આમળાના ચુર્ણને દૂધમાં કાલવી રાત્રે સુતી વખતે મગજના ભાગ પર લગાડવાથી વારંવાર ફુટતી નસકોરી બંધ થાય છે.
અરડુસીના પાનના રસના ત્રણ થી ચાર ટીપાં નાકમાં નાંખવાથી નસકોરી બંધ થાય છે. અને તેનો રસ પીવાથી નાક કે મોંથી નીકળતું લોહી બંધ થાય છે.