lદેશભરમાં NEET અને JEE પરીક્ષાઓને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કર્ણાટક સરકારે કૉલેજો ખોલવાની જાહેરાત કરી દીધી છે.
બુધવારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ડૉક્ટર સી.એન. અશ્વથ નારાયણે જાહેરાત કરી કે રાજ્યમાં આગામી પહેલી ઓક્ટોબરથી તમામ કૉલેજ ફરીથી શરૂ થશે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી એસ સુરેશ કુમારે કહ્યુ કે, આ વખતે શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલી સપ્ટેમ્બરથી ઑનલાઇન ક્લાસના માધ્યમથી થશે. પરંતુ ઑફલાઇન ક્લાસ ઓક્ટોબર મહિનાથી શરૂ થશે.
તેમણે કહ્યુ કે, રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ કેન્દ્ર સરકાર તરફથી ઑફલાઇન વર્ગ માટે માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કર્ણાટક સરકાર તરફથી ઓક્ટોબરમાં કેવી રીતે ઑફલાઇન વર્ગોનું આયોજન કરવામાં આવશે તેને લઈને તૈયારી કરવામાં આવી રહી છે.
આ સાથે જ કોરોના કાળમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા કેવી રીતે કરવામાં આવશે તેનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. એક બાજુ રાજ્ય સરકાર કોલેજો ખોલવાનું પ્લાનિંગ કરી રહી છે
ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર સતત પોતાની ટેસ્ટિંગ ક્ષમતા વધારી રહી છે. લેબ બેમાંથી વધારીને 108 થઈ છે. છેલ્લા પાંચ દિવસોમાં 3,23,753 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.
દરરોજ 50 હજારથી વધારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. રાજ્યમાં 25 લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. સરકારની યોજના હવે દરરોજ 75 હજાર સેમ્પલની તપાસ કરવાની છે.
કર્ણાટકમાં 25 ઓગસ્ટ સાંજ સુધી કોવિડ 19ના કુલ 2.91 કેસ સામે આવ્યા છે. જેમાંથી 2,04,439 લોકો સંક્રમણ મુક્ત થયા છે. રાજ્યમાં કોરોનાથી 4,958 લોકોનાં મોત થાય છે