નેહા કક્કરનો આ વિડીયો સોશિયલ મીડિયામાં મચાવી રહ્યો છે ધૂમ
બોલીવૂડની જાણીતી સિંગર નેહા કક્કર આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. પોતાના ગીતોને લઈને તેણી હંમેશા ચર્ચામાં રહી છે પણ આજકાલ તેણી રાઇઝિંગ સ્ટાર ફેમ રોહનપ્રિત સિંહ સાથે પોતાના લગ્ન અને પોતાની રિલેશનશિપને લઈને ખૂબ જ સમાચારમાં રહી છે. તાજેતરમાં જ તેણીએ પોતાના સોશયિલ મિડિયા અકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં રોહનપ્રીતે તેમનો હાથ પકડ્યો છે . આ વિડિયોને શેર કરતાં બોલીવૂડ સિંગરે જણાવ્યું છે કે આ એ દિવસ હતો જ્યારે રોહનપ્રીત પહેલીવાર પોતાના માતાપિતાની નેહા કક્કર સાથે મુલાકાત કરાવી હતી. વિડિયોમાં બન્નેની જોડી જોઈ ફેન્સ ખૂબ ખુશ થઈ રહ્યા છે.

નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ વિડિયોમાં એક સાથે જોઈ શકાય છે, તો બીજી બાજુ રોહનપ્રીત બોલિવુડ સિંગરનો હાથ પકડેલા પણ જોઈ શકાય છે. વિડિયોમાં જોઈ શકાય છે કે નેહાના ખોળામાં ખૂબ બધો સામાન અને એક બેગ રાખવામાં આવી છે, તો બીજી બાજુ રેહનપ્રીતના પરિવારના લોકોના હાથમાં કવર પણ જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરતાં નેહા કક્કર લખ્યું છે, ‘તે દિવસ, જ્યારે તેમણે મને તેમના મમ્મી પપ્પા અને પરિવારથી મળાવી હતી. ખૂબ બધો પ્રેમ રોહનપ્રીત…’ તમને જણાવી દઈએ કે વિડિયો પહેલાં આ ખાસ અવસર સાથે જોડાયેલી એક તસ્વીર પણ સોશયિલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેમાં કહેવામાં આવ્યું છે કે તે નેહા અને રોહનપ્રીતના રોકાની વિડિયો છે.
નેહા કક્કરના આ વિડિયોને અત્યાર સુધીમા લાખો વાર જોવામાં આવ્યો છે. બોલીવૂડ સિંગરના આ વિડિયો પર સિંગર રોહનપ્રીત સિંહએ પણ કમેન્ટ કરી છે. તેમણે લખ્યું છે, ‘તૂ તાં મેરી જિંદગી બનગી હૈ…. હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો કે આ દિવસ મારા માટે કેટલો મહત્ત્વનો છે. મને મારી આખી દુનિયાનો હાથ પકડવાનો મોકો મળ્યો છે. ખૂબ બધો પ્રેમ, મારી રાણી, મારી દુનિયા…’ નેહા કક્કરના આ વિડિયોને લઈન બોલીવૂડ અને પંજાબી કલાકાર પણ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે, સાથે સાથે નેહા કક્કર અને રોહનપ્રીતને પણ લોકો ખૂબ બધી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
નેહા – રોહનપ્રીતની લગ્ન કંકોતરીની તસ્વીર થઈ રહી છે વાયરલ

થોડા દિવસ પહેલાં રોહનપ્રીતે અને નેહા કક્કર પોતાની રિલેશનશિપ સોશિયલ મિડિયા પર કન્ફર્મ કરી હતી. તો હવે તાજેતરમાં જ બન્નેના લગ્નનું કાર્ડ પણ સોશિયલ મિડિયા પર ખૂબવાયરલ થઈ રહ્યું છે. નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્નનાં કાર્ડ પ્રમાણે બન્નેના લગ્ન આ મહીનાની 26મી તારીખે થવા જઈ રહ્યા છે, બન્નેના લગ્નની જગ્યા ચંદીગઢ એરપોર્ટની પાસે જ છે. નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્નની કંકોત્રી વાયરલ થયા બાદ ફેંસમાં એક્સાઇટમેન્ટ ખૂબ વધી ગયું છે.