ચાલકને હવે ડ્રાઈવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફેકિટ (આરસી), વીમો પૉલ્યુશન સર્ટિફિકેટ જેવી કાગળો ગાડીમાં સાથે રાખવાની જરૂર નહિ પડે. ટ્રાફિક પોલિસ આના માટે તમારી પૂછપરછ નહિ કરે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે આ વિશે નોટિફિકેશન જારી કરી છે કે એક ઓક્ટોબરથી લાગુ થઈ જશે. સરકારે કહ્યુ છે કે એક સૂચના પ્રૌદ્યોગિકી પોર્ટલના માધ્યમથી એક ઓક્ટોબર, 2020થી ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈ-ચલાન સહિત વાહન સાથે જોડાયેલ દસ્તાવેજોને મેઈટેઈન કરવામાં આવશે.
વાહન માલિક પાસે કોઈ દસ્તાવેજ માંગવામાં આવશે નહિ.
કેન્દ્ર સરકારે મોટર વાહન નિયમ 1989માં સુધારો કર્યો છે. જે હેઠળ એક સૂચના પ્રૌદ્યોગિતી પોર્ટલના માધ્યમથી બધા ડ્રાઈવિંગ લાયસન્સ, ઈ-ચલાન અને વાહન સંબંધી અન્ય દસ્તાવેજોને મેઈનટેઈન કરવામાં આવશે.
આ નિયમ 1 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થશે. વાહન દસ્તાવેજોના ચેકિંગ દરમિયાન ઈલેક્ટ્રોનિક માધ્યમથી ગેરકાયદે મળેલ વાહનોના દસ્તાવેજોની તપાસ થવા પર માલિક પાસે કોઈ દસ્તાવેજ માંગવામાં આવશે નહિ.
ગાડી સાથે જોડાયેલ કોઈ પણ દસ્તાવેજની માંગ કરવા કે તેની તપાસ કરવા પર પોલિસ અધિકારી કે રાજ્ય સરકારના અધિકૃત કોઈ પણ અન્ય અધિકારીની ઓળખ અને ઈન્સ્પેક્શનનો સમય પોર્ટલ પર નોંધવામાં આવશે. કેન્દ્ર સરકારના ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટેના નિયમોને સરળ કરી દેવામાં આવ્યા છે.
હવે આધાર કાર્ડનો ઉપયોગ ઑનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા, લાયસન્સનુ નવાનીકરણ, ગાડીનુ રજિસ્ટ્રેશન અને તેની સાથે જોડાયેલ દસ્તાવેજમાં સરનામુ બદલવા માટે થશે.
નવી નિયમો અનુસર કોઈ પોલિસકર્મી પાસે તપાસ ઉપકરણ નથી તો તે સ્માર્ટફોન પર સૉફ્ટવેર ડાઉનલોડ કરીને વાહનના કાગળોની તપાસ કરી શકશે. તપાસ સ્વયં કરવા સંબંધિત તપાસની જવાબદારી હશે.
વાહન માલિક પાસેથી ગાડીના કાગળો ન રાખવા પર સવાલ નહિ ઉઠાવી શકાય. જો ગાડીનો મેમો ફાટે અને વાહન માલિક મેમો ચૂકવી ન શકે તો પરિવહન માટેનો ટેક્સ જમા કરાવવો પડશે.
SOURCE : Click Here