1લી જાન્યુઆરીથી કોલ કરતાં પેલા નંબર પેલા જીરો લગાવવો ફરજીયાત
જો તમે પણ ઘરમાં લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરતા હો તો આગામી 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નવા નિયમ પ્રમાણે લેન્ડલાઇન પરથી મોબાઇલ ફોન લગાવતાં પહેલાં મોબાઇલ નંબરની આગળ ઝીરો લગાવવો પડશે.
ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ (DOT)એ ટ્રાઈ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)ની ભલામણો સ્વીકારી લીધી છે. ત્યારબાદ નવા નિયમનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મોબાઇલ નંબર ડાયલ કરવાની રીતમાં આ ફેરફારથી ટેલિકોમ કંપનીઓને મોબાઇલ સેવાઓ માટે 254.4 કરોડ એક્સ્ટ્રા નંબર બનાવવાની મોકળાશ મળશે. તે ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે.
દેશમાં 100 કરોડથી વધુ મોબાઇલ ફોનધારકો છે. ઘણા લોકો પાસે 2-3 નંબર્સ હોય છે. આવનારા સમયમાં વધતી જતી માગને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આનો સીધો અર્થ એ છે કે મોબાઇલ નંબર 10 અંકોનો જ હશે. પરંતુ તે ઝીરો સાથે 11 અંકોનો થઈ હશે. આ સુવિધાથી ગ્રાહકોને વધુ નંબર્સ આપી શકાશે.