Wednesday, September 27, 2023
Home News 1 નવેમ્બરથી બદલાઈ જશે ગેસ સિલિન્ડરના આ 4 નિયમો

1 નવેમ્બરથી બદલાઈ જશે ગેસ સિલિન્ડરના આ 4 નિયમો

1 નવેમ્બરથી બદલાઈ જશે ગેસ સિલિન્ડરના આ 4 નિયમો

1 નવેમ્બરથી બદલાઈ જશે ગેસ સિલિન્ડરના આ 4 નિયમો, નહીં ખબર હોય તો બાટલો લેવામાં થશે પરેશાની.

આગામી 1 નવેમ્બર 2020થી કેટલાક ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય જનતા પર પડશે:

1 નવેમ્બરથી બદલાઈ જશે ગેસ સિલિન્ડરના આ 4 નિયમો, નહીં ખબર હોય તો બાટલો લેવામાં થશે પરેશાની

નવી દિલ્હી: આગામી 1 નવેમ્બર 2020થી કેટલાક ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. તેમાં એલપીજી સિલિન્ડરની ડિલિવરી સિસ્ટમથી લઈ ગેસ સિલિન્ડરના રેટ્સ સામેલ છે.

તમને જણાવી દઈએ કે, આ તમામ ફેરફારની અસર તમારા ખીસ્સા પર પડશે. 1 તારીખથી એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરીને લઈ નવી સિસ્ટમ જાહેર કરવામાં આવી છે,

ત્યારબાદ હવે તમે OTP વગર ગેસ સિલિન્ડર નહીં લઈ શકો. આ સાથે ઈન્ડેન ગેસે પણ સિલિન્ડર બુકિંગનો નંબર ચેન્જ કર્યો છે, તો પહેલી તારીખ આવતા પહેલાતમે આ તમામ ફેરફાર વિશે જાણી લો, જેથી તમને કોઈ પરેશાની ના થાય

તો જોઈએ 1 નવેમ્બરથી શું ફેરફાર થશે

1 – ગેસ સિલિન્ડરના બુકિંગ માટે આપવો પડશે OTP

  • 1 નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરીની પુરી પ્રોસેસ બદલવાની છે. હવે ગેસ બુકિંગ બાદ ગ્રાહકોના મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.
  • જ્યારે સિલિન્ડર ડિલિવરી માટે આવશે ત્યારે આ OTP તમારે ડિલિવરી બોય સાથે શેર કરવો પડશે. એક વખત આ કોડની સિસ્ટમ સાથે મેળવ્યા બાદ જ ગ્રાહકને સિલિન્ડરની ડિલિવરી મલશે.

Big News: બદલાઈ ગયો રસોઈ Gas Cylinder બુક કરવાનો ફોન નંબર, ફટાફટ નોંધીલો નવો નંબર

2. 1 નવેમ્બરથી પહેલા અપડેટ કરાવી લો પોતાનો મોબાઈલ નંબર

  • તમને જણાવી દઈએ કે, નવી સિલિન્ડર ડિલિવરી પોલીસીમાં એવા કસ્ટમર્સની મુશ્કેલી વધી જશે, જેમનું એડ્રેસ ખોટું છે અને મોબાઈલ નંબર ખોટો છે, તો આ કારણે આવા લોકોની ગેસ સિલિન્ડર ડિલિવરી રોકાઈ શકે છે.
  • ઓઈલ કંપનીઓ તરફથી તમામ ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે, તે પોતાનું નામ, એડ્રેસ અને મોબાઈલ નંબર અપડેટ કરાવી લે. જેથી તમને સિલિન્ડરની ડિલિવરી મેળવવા કોઈ પરેશાનીનો સામનો ના કરવો પડે. જોકે, આ નિયમ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે લાગુ નહીં થાય.

3. Indane ગેસે બદલ્યો બુકિંગ નંબર

  • જો તમે ઈન્ડેન ગ્રાહક છો તો, હવે તમે જુના નંબર પર ગેસ બુકિંગ નહીં કરાવી શકો. ઈન્ડેને પોતાના એલપીજી ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી ગેસ બુકિંગ કરાવવા માટે નવો નંબર મોકલ્યો છે. તેના દ્વારા તમે ગેસ રિફિલ માટે સિલિન્ડર બુક કરાવી શકશો.
  • ઈન્ડીયન ઓઈલે જણાવ્યું કે, પહેલા રસોઈ ગેસ બુકિંગ માટે દેશના અલગ-અલગ સર્કલ માટે અલગ-અલગ મોબાઈલ નંબર હતો. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ તમામ સર્કલ માટે એક જ નંબર જાહેર કર્યો છે,
  • તેનો મતલબ એ છે કે, હવે ઈન્ડેન ગેસ સિલિન્ડરના દેશભરના ગ્રાહકોએ એલપીજી સિલિન્ડર બુક કરાવવા માટે 7718955555 પર કોલ અથવા એસએમએસ મોકલવાનો રહેશે.
RELATED ARTICLES

Most Popular

Recent Comments