ખાતામાં પૈસા જમા અને ઉપાડવા પર આપવો પડશે ચાર્જ
ખાતામાં પૈસા જમા અને ઉપાડવા પર આપવો પડશે ચાર્જ, આ બેંકે નિયમ બદલ્યા
બેંકોમાં હવે પોતાના પૈસા જમા કરવા અને ઉપાડવા માટે પણ ફી આપવી પડશે. બોબે તેની શરૂઆત કરી દીધી છે. આવતા મહિનાથી નક્કી કરેલી સીમા કરતા વધારે બેન્કિંગ કરવા પર અલગથી ચાર્જ આપવાનો રહેશે. જેના પર બેંક ઓફ ઈન્ડિયા, પીએનબી, એક્સિસ અને સેન્ટ્રલ બેંક પણ ટૂંક સમયમાં નિર્ણય લેશે.
બેંક ઓફ બરોડાએ ચાલુ ખાતા, કેશ ક્રેડિટ લિમિટ અને ઓવરડ્રાફ્ટ અકાઉન્ટમાંથી જમા રકમના અલગ અને બચત ખાતામાંથી જમા રકમ ઉપાડવાના અલગ અલગ ચાર્જ નક્કી કર્યા છે. લોન અકાઉન્ટ માટે મહિનામાં ત્રણવાર પછી જેટલી પણ વાર વધારે રકમ ઉપાડશો, તો 150 રૂપિયા દર વખતે આપવાના રહેશે. બચત ખાતામાં 3 વાર સુધી જમા કરવું ફ્રી રહેશે પણ ચોથી વાર પૈસા જમા કર્યા તો 40 રૂપિયા આપવાના રહેશે. વરિષ્ઠ નાગરિકોને પણ બેંકે કોઈ રાહત આપી નથી.
આ રીતે ખિસ્સા થશે ખાલી
- સીસી, ચાલુ અને ઓવરડ્રાફ્ટ ખાતા માટે
- એક દિવસમાં એક લાખ સુધી જમા- કોઈ ચાર્જ નહીં
- એક લાખ કરતા વધારે થવા પર- એક હજાર રૂપિયા પર એક રૂપિયા ચાર્જ(ન્યૂનતમ 50 રૂપિયા અને વધુમાં વધુ 20 હજાર રૂપિયા)
- એક મહિનામાં ત્રણવાર પૈસા ઉપાડવા પર- કોઈ ચાર્જ નહીં
- ચોથી વારથી- 150 રૂપિયા પ્રત્યેક વિડ્રોલ
બચત ખાતાના ગ્રાહકો માટે
- ત્રણવાર સુધી જમા- કોઈ ચાર્જ નહીં
- ચોથી વારથી આપવા પડશે 40 રૂપિયા દર વખતે
- મહિનામાં ત્રણવાર પૈસા ઉપાડવા પર- કોઈ ચાર્જ નહીં
- ચોથીવારથી પૈસા ઉપાડવા પર આપવા પડશે 100 રૂપિયા દર વખતે
- વરિષ્ઠ નાગરિકોને પણ કોઈ છૂટ નહીં, તેમણે પણ ચાર્જ આપવાનો રહેશે.
- જનધન ખાતાધારકોને જમા કરવા પર કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં, પણ કાઢવા પર 100 રૂપિયા આપવાના રહેશે
બેંકોએ છુપી રીતે લગાવી દીધા આ ચાર્જ
બેંકોએ ખોટની ભરપાઇ કરવા માટે ગ્રાહકો પર એવા એવા ચાર્જ લગાવી દીધા છે કે જેને પહેલા ક્યારેય લગાવવામાં આવ્યા નથી. ફોલિયા ચાર્જના નામ પર બેંકોને મોટી કમાણી થાય છે.25-30 વર્ષ પહેલા ગ્રાહકોની લેવડ-દેવડની નોંધ બેંક રજિસ્ટરમાં થતી. જેને ફોલિયો કહેવામાં આવે છે. તે સમયે જ્યારે હાથથી ફોલિયો પર એક એક રકમ ચઢાવવામાં આવતી હતી, ત્યારે બેંક કોઈ ચાર્જ ગ્રાહકો પાસેથી લેતી નહોતી. આજે ડિજિટલ સમયમાં સોફ્ટવેર ઓટોમેટિક ફોલિયો બનાવે છે. ત્યારથી બેંક ગ્રાહકો પાસેથી ફોલિયો ચાર્જ વસૂલ કરી રહી છે. તે પછી રિજેક્ટ પણ થઇ જાય તો પણ બેંક પ્રોસેસિંગ ચાર્જના નામે અમુક રકમ કાપી લે છે.
- લેજર ફોલિયો ચાર્જ- 200 રૂપિયા પ્રતિ પેજ(કોઈપણ પ્રકારની લોન પર કે ઓડી પર વસૂલ કરવામાં આવે છે)
- ચેકબુક ચાર્જ- 3 થી 5 રૂપિયા પ્રતિ લીફ(બીજી ચેકબુક પર)
- કોઈપણ કારણે ચેક પાછો આવે તો- 225 રૂપિયા
- નાની લોન પર ચાર્જ- વધુમાં વધુ 15 હજાર રૂપિયા સુધી