Saturday, June 10, 2023
Home CoronaVirus કોરોના જેવી જ બાળકોને અસર કરતી આ નવી બીમારીએ કર્યો પ્રવેશ...

કોરોના જેવી જ બાળકોને અસર કરતી આ નવી બીમારીએ કર્યો પ્રવેશ…

ભારતમાં હવે કોરોના જેવી જ બાળકોને અસર કરતી આ નવી બીમારીએ કર્યો પ્રવેશ, આવા છે લક્ષણો, અમેરિકા અને યૂરોપીય દેશોમાં અનેક બાળકોના જીવ એક અજાણી બીમારીના કારણે ગયા છે. હવે આ બીમારી ભારતમાં પણ પ્રવેશી ચૂકી છે. આ બીમારીનું નામ છે મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ. આ દુર્લભ બીમારીના લક્ષણ ચેન્નાઈમાં 8 વર્ષના બાળકમાં જોવા મળ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ( WHO) એ તેને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

ભારતમાં નવી બીમારીએ કર્યો પ્રવેશ, મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમે દીધી દસ્તક, ભારતમાં આ બીમારીને લઈને WHOએ જાહેર કર્યું એલર્ટ..

બાળકોમાં જોવા મળતી આ ખાસ બીમારીના લક્ષણોમાં ડોક્ટરોએ જણાવ્યું છે કે આ બીમારીના કારણે બાળકોના શરીરમાં સોજા આવે છે અને શરીર પર લાલ ચકામા પણ થઈ જાય છે.

શા માટે છે મોટો ખતરો?

આ બીમારીથી શરીરમાં મલ્ટી ઈંફ્લામેન્ટ્રી સિંડ્રોમ એટલે કે ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે અને શરીરમાં ફેલાઈ જાય છે. તેની અસર અનેક મહત્વના અંગો પર પડે છે. એકસાથે અનેક કામ બંધ કરી શકે છે. બાળકોના જીવ પણ તેના કારણે જઈ શકે છે.

પહેલા પણ જોવા મળ્યા હતા આ બીમારીના લક્ષણ..

થોડા દિવસો પહેલાં કોલકત્તામાં ચાર મહિનાના એક બાળકમાં પણ આ પ્રકારના લક્ષણો જોવા મળ્યા હતા. આ બાળક કોરોનાથી સંક્રમિત હતો. આ પછી ભારતમાં પણ આ બીમારી પર નજર રાખવામાં આવી રહી છે.

કોરોના પ્રભાવિત વિસ્તારોમાં 30 ગણી વધુ બીમારી..

એક રિપોર્ટ અનુસાર શોધકર્તાઓએ કોરોના વાયરસ અને આ બીમારીના સંબંધિત શોધ કરાઈ છે,. તેના આધારે આ દુર્લભ બીમારી છે. તેને પીડિયાટ્રિક ઇંફ્લેમેટ્રી મલ્ટી સિસ્ટમ સિન્ડ્રોમનું નામ આપવામાં આવ્યું છે. છેલ્લા 2 મહિનામાં આ બીમારીના કારણે બાળકોના બીમાર થવાના દરમાં 30 ગણો વધારો થયો છે. અમેરિકાના રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રએ પણ સિન્ડ્રોમ પીડિત 145 કેસને કોરોના સંબંધિત ગણાવ્યા છે.

WHOએ જાહેર કર્યું એલર્ટ…

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સ્પષ્ટ કર્યું છે કે બાળકોમાં ઈન્ફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ જેવા હાથ અને પગ પર લાલ ચકામા, સોજા આવવા અને પેટમાં દુઃખાવો થવાના લક્ષણો હોઈ શકે છે. આવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. બાળકોમાં જોવા મળતો આ મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટ્રી સિન્ડ્રોમ સીધો કોરોના વાયરસના લક્ષણ ન હોઈને શરીરની રોગ પ્રતિકારક તંત્રની વધુ સક્રિયતાનું પરિણામ છે. આ માટે તેની તપાસ થાય તે પણ જરૂરી છે.

આ છે બીમારીના લક્ષણો..

બાળકોને 105 કે તેનાથી વધારે તાવ, પેટમાં વધારે દર્દ થવું કે ઉલ્ટી થવી કે ડાયરિયાની સમસ્યા, આંખોનું લાલ થવું અને તેમાં દુઃખાવો થવો,બાળકોના શરીર પર લાલ ચકામા થવા, બાળકોના હોઠ કે જીભ પર લાલ દાણા થવા
શરીરના રંગમાં ફેર થવો, શરીર પીળું થવું કે ભૂરું પડી જવું,ખાવાપીવામાં તકલીફ થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી અથવા શ્વાસ ચઢવાની સમસ્યા,છાતીમાં દુઃખાવો થવો,ચીડિયાપણું થવું કે સુસ્તી અનુભવાવવી,હાથ અને પગમાં સોજા આવવા અને લાલ થવા, ગળામાં સોજા આવવા એ પણ પ્રમુખ લક્ષણ…

ખાસ વાતો..

પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વધારે અસર જોવા મળે છે.,ધમનીઓમાં સોજા આવવાથી હ્દયને નુકસાન થવાની સંભાવના છે.,જેટલી જલ્દી ઓળખ થશે તેટલી જ સારા થવાની શક્યતા છે.,આ કાવાસાકી બીમારીની જેમ ઉપચાર પણ અલગ છે. ,સિન્ડ્રોમ પ્રભાવિત બાળકોને કોરોના સંક્રમિત થવું શક્ય છે.

ડરવાની જરૂર શા માટે નથી?

જનરલ ઓફ ઈન્ડિયન પીડિયાટ્રિક્સમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર ચેન્નઈના બાળકોમાં ટોક્સિક ઓફ સિન્ડ્રોમ, કોરોના વાયરસ, નિમોનિયા અને કાવાસાકી બીમારીના લક્ષણ એકસાથે મળ્યા હતા. ઈમ્યુનોગ્લોબુલિન અને ટોસીલીજુંબૈબ દવાઓ પછી આ બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments