તિહાડમાં નિર્ભયાના દોષીઓને ફાંસી આપવા માટે ફાંસીના માંચડા તૈયાર કરી લેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ચારેયઆરોપીઓને એક સાથે જ ફાંસી આપવામાં આવશે. હવે તિહાડ જેલ દેશની પહેલી એવી જેલ બની ગઈ છે જ્યાં એકસાથે 4 લોકો માટેફાંસીના માંચડા તૈયાર કરવામાં આવ્યા છે. હમણા સુધી ત્યાં ફાંસી માટે એક જ માંચડો હતો, પણ હવે તેની સંખ્યા વધારીને 4 કરીદેવામાં આવી છે.
તિહાડ જેલમાં માંચડા તૈયાર કરવાનું રામ લોક નિર્માણ વિભાગ એટલે કે PWDએ સોમવારે પૂરુ કરી લીધું હતું. તિહાડ જેલ તંત્રના એકસૂત્રએ જણાવ્યું કે, આ કામને પૂરુ કરવા માટે જેલની અંદર જેસીબી મશીન પણ લાવવામાં આવી હતી.
JCB મશીનની મદદથી ત્રણ નવા માંચડા અને સુરંગ તૈયાર કરવામાં આવી છે. ફાંસીના માંચડાની નીચે એક સુરંગ પણ બનાવવામાં આવેછે. તેના માધ્યમે જ ફાંસી બાદ મૃત કેદીનું શવ બહાર કાઢવામાં આવે છે. હાલમાં ત્રણ નવા માંચડાની સાથે જૂના માંચડાને પણ બદલીનાખવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, 6 ડિસેમ્બર 2012માં થયેલા નિર્ભયા ગેંગરેપ મામલામાં 4 દોષીઓના ફાંસી પર અમલની તૈયારી અંતિમ ચરણમાં છે. દોષીઓ અક્ષય, પવન, વિનય અને મુકેશના ડેટ વોરંટ પર પટિયાલા હાઉસ કોર્ટ 7 જાન્યુઆરીના રોજ સુનાવણી કરશે.
દોષીઓએ ક્યૂરેટિવ અરજી દાખલ કરવાની વાત તિહાડ જેલ તંત્રને લખીને આપી છે. જાણકારોનું કહેવું છે કે, 19 ડિસેમ્બરના રોજદોષીઓની રિવ્યૂ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તેના એક મહિનામાં ક્યૂરેટિવ અરજી દાખલ કરવામાં આવી શકે છે. ત્યાર બાદદયા અરજી અંતિમ વિકલ્પ છે… સોર્સ –ખબર છે..