નિરમા…નિરમા વોશિંગ પાઉડર નિરમા… વોશિંગ પાઉડર નિરમા..દૂધ સી સફેદી નિરમા સે આઇ…રંગીન કપડે ભી ખિલ ખિલજાયે…સબકી પસંદ નિરમા…
નિરમા વોશિંગ પાઉડરના પેકેટ પર સફેદ ફ્રોક પહેરેલી નિરમા ગર્લનો તમને તમાને યાદ હશે. શું તમને ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યોછે કે આખરે નિરમા ડિટર્જન્ટના તમામ પેકેટ પર આ છોકરીની તસવીર કેમ છાપવામાં આવે છે અને આખરે આ છોકરી કોણ છે.
નિરમા ગર્લનું અસલી નામ નિરૂપમા છે. દુખદ વાત એ છે કે નિરૂપમા આજે આપણી વચ્ચે નથી. આજ સુધી કંપનીના માલિકે નિરમાકંપનીની તમામ પ્રોડક્ટ પરથી નિરૂપમાની તસવીર રિપ્લેસ કરી નથી,. વાસ્તવમાં આ પાછળ ખૂબ દર્દભરી કહાની છે.
નિરમા કંપનીની શરૂઆત વર્ષ 1990માં ગુજરાતના રહેવાસી કરસનભાઇ પટેલે કરી હતી. આ કંપની આજે દેશની સૌથી મોટી ડિટર્જન્ટબનાવનારી કંપનીઓમાંની એક છે. નિરૂપમા એટલે કે નિરમા ગર્લ કરસનભાઇ પટેલની એકમાત્ર દીકરી હતા. તેમને ઘરમાં પ્રેમથી સૌ કોઇનિરમા કહીને બોલાવતા હતા કરસનભાઇએ દીકરીના નામથી નિરમા કંપનીની શરૂઆત કરી હતી.
નિરમા સ્કૂલમાં ભણતી હતી ત્યારે એક દિવસ એક કાર અકસ્માતમાં તેનું મોત થઇ ગયું હતુ. કરસનભાઇ પટેલ પોતાની દીકરીને ખૂબ પ્રેમકરતા હતા. તે ઇચ્છતા હતા કે તેમની દીકરી દુનિયામાં ખૂબ નામ કમાય પરંતુ નાની ઉંમરમાં દીકરીના મોતથી તેમની તમામ આશાઓ પરપાણી ફરી વળ્યું.
કરસનભાઇ દીકરીના મોતના દુખને ભૂલાવી શક્યા નહોતા. નિરમાના મોત બાદ કરસનભાઇએ નક્કી કર્યુ કે તે પોતાની દીકરીના નામનેહંમેશા માટે અમર કરી દેશે. તેમણે દીકરીના નામ પરથી નિરમા કંપનીની શરૂઆત કરી. બાદમાં ડિટર્જન્ટના પેકેટ પર નિરમાની તસવીરછાપી તેને હંમેશા માટે અમર કરી દીધી.
આજે નિરમા કંપની 25થી વધુ ઉત્પાદનોમાં ડીલ કરે છે. કંપનીમાં 15 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. આજે નિરમા 3550 કરોડરૂપિયાથી વધુની કંપની છે.