ન્યુ પ્રોડક્ટ:નોકિયાએ લેટેસ્ટ ટીવીમાં OTT સપોર્ટ અને HDR 10 સપોર્ટ મળશે.
આપણે જાણીએ જ છીએ કે હાલમાં ફેસ્ટિવ સિઝન નજદીક આવતા જ ટેક કંપનીઓ અલર્ટ થઈને નવી નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહી છે, અને તેના પર ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.
નવરાત્રિ અને દિવાળીના અવસરે લોકો ગેજેટની ધૂમ ખરીદી કરતા હોય છે, તો તેનો ફાયદો ઉઠાવવા વિવિધ કંપનીઓએ પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે. તો આવો જાણીએ આ નવાપ્રોડક્ટ વિશે…
નોકિયા એ હવે ટીવી લોન્ચ કાર્ય છે, જેમાં નોકિયાઓ 6 નવાં ટીવી મોડેલ્સ લોન્ચ કર્યાં, નોકિયાએ લેટેસ્ટ 6 ટીવી મોડેલ લોન્ચ કરી તેના લાઈન અપમાં ગ્રોથ કર્યો છે. તેની પ્રારંભિક કિંમત 12,999 રૂપિયા છે. નવાં મોડેલ્સમાં ન માત્ર ડિઝ્ની પ્લસ હોટસ્ટાર, નેટફ્લિક્સ અને યુટ્યુબ સ્ટ્રીમિંગ એપ્સ પણ સપોર્ટ કરશે.
તેમાં 48 વૉટ સુધીનો સાઉન્ડબાર પણ મળશે. તેને જાપાનની ઓન્ક્યો બ્રાન્ડે બનાવ્યો છે. ટીવીમાં USB અને HDMI પોર્ટ સાથે 4K, ફુલ HD અને HD રેડી રિઝોલ્યુશન ઓપ્શન મળે છે. 32 ઈંચથી લઈને 65 ઈંચ સાઈઝના ટીવી મોડેલ અવેલેબલ છે.
ટીવીમાં HDR 10 અને માઈક્રો ડિમિંગ સાથે સારા સાઉન્ડ આઉટપુટ માટે પ્રોટો ફોકલ AI એન્જીન સહિત અનેક ફીચર્સ મળે છે. ટીવી એન્ડ્રોઈડ 9 પાઈ પર રન કરે છે અને તેમાં 450 નિટ્સ સુધીની બ્રાઈટનેસ મળે છે.
વેરિઅન્ટ અને કિંમત..
32-ઈંચ HD રેડી 12,999 રૂપિયા, 43- ઈંચ ફુલ HD 22,999 રૂપિયા, 43-ઈંચ 4K (અલ્ટ્રા HD) 28,999 રૂપિયા
50-ઈંચ 4K 33,999 રૂપિયા, 55-ઈંચ 4K 39,999 રૂપિયા, 65- ઈંચ 4K 59,999 રૂપિયા.. નોંધ: તમામ ટીવીનો સેલ 15 ઓક્ટોબરથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે…