Sunday, December 3, 2023
Home Yojana વૃદ્ધ પેંશન યોજના ગુજરાત

વૃદ્ધ પેંશન યોજના ગુજરાત


વ્રુધ સહાય યોજના ગુજરાત ફોર્મ, વ્રુધ પેન્શન યોજના ગુજરાતમાં ઓનલાઈન, વ્રુધ પેન્શન યોજના ગુજરાત યાદી,

નિરાધાર વૃધ્ધ સહાય યોજના ગુજરાત ફોર્મ 2020
વ્રુધ સહાય યોજના ગુજરાત વિગત અને અરજી પત્રક

• યોજનાનો ઉદ્દેશ: નિરાધાર વૃદ્ધો અને અપંગ નિરાધારોને નિભાવ માટે નાણાંકીય સહાય આપવી. પાત્રતાના ધોરણો. અરજદારની ઊંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ.

• ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના) Indira Gandhi National Old Age Pension Scheme – (IGNOAPS).

• યોજનાનો ઉદ્દેશ : રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (National Social Assistance Programme(NSAP)) હેઠળ વૃદ્ધોને આર્થિક સહાય આપવી.

વૃદ્ધ પેંશન યોજના ગુજરાત
Vrudh Sahay Yojana Gujarat :- ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં વસતા ગરીબ લોકોના જીવન માં સુધાર લાવવા અને અને તેમની દૈનિક આવક વધારવા માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે, જેમાં વિધવા સહાય યોજના, મફત પ્લોટ સહાય યોજના, દિવ્યાંગ લોકો ને સાધન સહાય યોજના, સંત સૂરદાસ યોજના, વૃદ્ધ સહાય યોજના, સંકટ મોચન યોજના વગેરે જેવી ઘણી બધી યોજનાઓ નો સમાવેશ થાય છે. પરંતુ હજુ સુધી ઘણા ગરીબ લોકો ની સ્થિતિ દયનીય છે,

સહાય મેળવવા માટેની પાત્રતા
• આવેદક ની ઉમર 60 વર્ષ થી વધુ ની હોવી જોઈએ.
• આવેદન સ્ત્રી કે પુરુષ બંને કરી શકશે.
• આવેદક ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 વર્ષ થી વધુ વર્ષ થી વસવાટ કરતો હોવો જોઈએ.
• આવેદક ને 21 વર્ષ થી વધુ ઉમર નો કોઈ પુત્ર ન હોવો જોઈએ.

• આવેદક ના કુટુંબની વાર્ષિક આવક 58000/- રૂપિયા થી વધુ ન હોવી જોઈએ.
• આવેદક ની વ્યક્તિગત વાર્ષિક આવક 47000/- રૂપિયા થી વધુ ન હોવી જોઈએ
આવેદન માટે જરૂરી દસ્તાવેજો
વૃદ્ધ પેંશન યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આવેદન કરવા માટે નીચે મુજબ ના દસ્તાવેજો ની જરૂર પડે છે.

• Vrudh Sahay Yojana Gujarat Form (અરજી ફોર્મ)
• આધાર કાર્ડ
• ઉમર અંગે નો દાખલો
• આવક નો દાખલો
• ગુજરાત માં વસવાટ કરો છો તેવો દાખલો
• રાશન કાર્ડ
• 21 વર્ષ થી વધુ ઉમર નો પુત્ર નથી તેવો દાખલો
• અથવા જો 21 વર્ષ થી વધુ ની ઉમર નો પુત્ર છે અને તે બીમાર/અપંગ/દિવ્યાંગ છે તો તે અંગે નો દાખલો.
• બેન્ક ખાતા ની વિગત.
• પાસપોર્ટ સાઈજ ફોટો

વૃદ્ધ પેંશન યોજના માં આવેદન કરવાની રીત
કોઈ પણ ઇચ્છુક આવેદક ઉપર મુજબ ની શરતો નું પાલન કરે છે અને તેની પાસે ઉપર મુજબ જરૂરી દસ્તાવેજો છે તો તે Vrudh Sahay Yojana Gujarat અંતર્ગત સહાય મેળવવા માટે અરજી કરી શકે છે. વૃદ્ધ સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આવેદકે જરૂરી દસ્તાવેજો સાથે ઓફલાઇન અરજી કરવાની રહેશે. જે માટે આવેદક ને સૌપ્રથમ Vrudh Sahay Yojana Gujarat Form ની જરૂર પડશે ને નીચે ની લિન્ક પર ક્લિક કરી ને ડાઉનલોડ કરી શકે છે.

Vrudh Sahay Yojana Gujarat Form ક્યાં જમા કરાવવાનું ?
આવેદક દ્વારા તમામ દસ્તાવેજો ને વૃદ્ધ સહાય યોજના ના અરજી ફોર્મ સાથે બિડાણ કર્યા બાદ આવેદન ફોર્મ નજીક ની મામલતદાર કચેરી માં જમા કરાવવા નું રહેશે. અરજદાર દ્વારા મામલતદાર કચેરી માં આવેદન ફોર્મ જમા કરાવ્યા બાદ આવેદન ફોર્મ ની ચકાસણી કરવામાં આવશે અને તમામ દસ્તાવેજો અને અરજી ફોર્મ યોગ્ય જણાયેથી અરજદારનું ફોર્મ મંજુર કે ના મંજૂર કરવામાં આવશે.

Vrudh Pension Yojana Helpline Number
આવેદક ગુજરાત સરકાર ની વૃદ્ધ પેંશન સહાય યોજના અંતર્ગત નીચે જણાવેલ Vrudh Pension Yojana Helpline Number ના માધ્યમ થી જાણકારી મેળવી શકે છે

1. 011 24654839
2. 079 23258539

મહત્વપૂર્ણ લિન્ક
વ્રુધ સહાય યોજના ગુજરાત ફોર્મ ડાઉનલોડ

RELATED ARTICLES

Most Popular

Recent Comments