તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં પણ સરકારી કર્મચારીઓમાં જૂની પેન્શનની માગ વધી રહી છે, ત્યારે મહારાષ્ટ્રમાં સરકારી સ્કૂલો અને કોલેજોના શિક્ષકો સહિત 17 લાખથી વધુ સરકારી કર્મચારીઓ મંગળવારથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી લઈને હડતાળ પર જશે.

મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાટાઘાટોમાં થોડી પ્રગતિ થયા પછી સોમવારે હડતાળની પુષ્ટી કરાઈ હતી. સરકારે જણાવ્યું હતું કે તેઓ કર્મચારીઓની માગણીનો અભ્યાસ કરવા માટે એક સમિતિની રચના કરશે.

રાજ્ય સરકાર કર્મચારી સંઘના મહાસચિવ વિશ્વાસ કાટકરે કહ્યું કે, અમને આશ્વાસન નથી જોઈતું. અમે એક નીતિની જાહેરાત થાય તેમ ઈચ્છીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે સરકાર જાહેર કરે કે જૂની પેન્શન યોજના લાગુ કરાશે.
