Monday, March 27, 2023
Home Know Fresh જૂના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં બ્રાઉઝિંગ થઈ જશે બંધ

જૂના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં બ્રાઉઝિંગ થઈ જશે બંધ

જૂના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં બ્રાઉઝિંગ થઈ જશે બંધ

જૂના એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં આગામી વર્ષથી બ્રાઉઝિંગ બંધ થઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર તમારી પાસે જો Android 7.1.1 Nougatની અગાઉનું વર્ઝન છે તો તેમાં બ્રાઉઝિંગ કરવામાં સમસ્યા પેદા થઇ શકે છે. તેમાં વેબસાઈટ લોડ નહિ થઇ શકે તેમજ એરર પણ આવી શકે છે. Android Policeની એક રિપોર્ટ અનુસાર Android 7.1.1 Nougatથી જૂના વર્ઝન પર ચાલનારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં સિક્યોર વેબસાઈટ નહીં ખુલી શકે. તેનો અર્થ એમ થયો કે જો સિક્યોર વેબસાઈટ નહીં ખુલી શકે તો એટલે કે બ્રાઉઝિંગ નહીં કરી શકો.

સમગ્ર કન્ટેન્ટ લોડ નહીં થઇ શકે

વેબસાઈટ સર્ટિફિકેશન ઓથોરિટી Lets Encryptના જણાવ્યા અનુસાર આગામી વર્ષથી જૂના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં HTTPS વાળી સિક્યોર વેબસાઈટ નહીં ખુલી શકે અથવા તો સમગ્ર કન્ટેન્ટ લોડ નહીં થઇ શકે.

અત્રે નોંધનીય છે કે આશરે 66.2 ટકા એન્ડ્રોઇડ ડિવાઇસમાં 7.1થી ઉપરના વર્ઝન છે પરંતુ 33.8 ટકા ડિવાઇસમાં સિક્યોર વેબસાઈટ વિઝીટ કરવા દરમિયાન એરર મળી શકે છે.

ફોનમાં ફાયરફોક્સ બ્રાઉઝર વાપરી શકો છો

Lets Encryptએ પોતાના સત્તાવાર બ્લોગમાં કહ્યું છે કે જો તમે જૂના વર્ઝનનું એન્ડ્રોઇડ યુઝ કરો છો તો પોતાના ફોનમાં ફાયરફોક્સ બ્રાઉઝર વાપરી શકો છો. આ બ્રાઉઝરમાં એન્ડ્રોઇડ 5 અને તેનાથી ઉપરના વર્ઝનનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

સોર્સ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments