20 હજારથી પણ ઓછી કિંમતે લોન્ચ થયો OnePlus
20 હજારથી પણ ઓછી કિંમતે લોન્ચ થયો OnePlus નો સૌથી સસ્તો સ્માર્ટફોન Nord N100
પ્રીમિયમ સ્માર્ટફોન બનાવનારી ચાઈનીઝ કંપની વનપ્લસે સૌથી સસ્તો ફોન OnePlus Nord N100 લોન્ચ કરી દીધો છે. આ સાથે જ કંપનીએ સૌથી સસ્તી કિંમતે 5જી ફોન OnePlus Nord N10 5G પણ લોન્ચ કર્યો છે.
વનપ્લસ નોર્ડ એન100ને 233 ડોલર એટલે કે 17,230 રૂપિયામાં અને વનપ્લસ નોર્ડ એન10 5જીને 429 ડોલર એટલે કે માત્ર 31,740 રૂપિયામાં લોન્ચ કરાયો છે.
જ્યાં વનપ્લસ નોર્ટ એન100 એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે, ત્યારે નોર્ડ એન10 5જી સૌથી સસ્તો 5જી ફોન છે. જેના લોન્ચ થયા બાદ માર્કેટમાં કોમ્પિટિશન વધી શકે છે.
ખૂબ જ ઓછી કિંમત અને આકર્ષક ફીચર્સ સાથે અમેરિકામાં લોન્ચ બંને ફોન્સનું ભારતમાં લોન્ચિંગ ક્યારે થશે તે વિશે કોઈ જાણકારી મળી શકી નથી. ભારતમાં પણ વનપ્લસના આ બંને ધાંસૂ સ્માર્ટફોન્સની કિંમતમાં વધારે ફેરફાર ન હોય તેવી સંભાવના છે.
OnePlus Nord N10 5Gની ખાસિયતો..
OnePlus Nord N10 5Gના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ફોનમાં 6.49 ઈંચની ડિસ્પલે છે, જેની રિફ્રેશ રેટ 90Hz છે. સ્નેપડ્રેગન 690 પ્રોસેસર સાથે આ 5જી ફોનને 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ ઓપ્શન સાથે લોન્ચ કરાયો છે.
આ ફોનમાં 4300mAhની બેટરી છે. જે 30W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
કેમેરાની વાત કરીએ તો વનપ્લસના આ ધાંસૂ સ્માર્ટફોનમાં 64MPનો પ્રાઈમરી કેમેરા, 8MP, 2MP અને 2 MP ડેપ્થ સેન્સર સાથે 4 કેમેરા લાગેલા છે. જ્યારે 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ આપેલો છે.
Oxygen OS 10.5 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારા આ ફોનમાં ઘણા અન્ય આકર્ષક ફીચર્સ પણ છે. અમેરિકા અને યુરોપમાં આ ફોનનું વેચાણ શરૂ થઈ ગયું છે.
OnePlus Nord N100માં શું છે ખાસ?
વનપ્લસ એન્ટ્રી લેવલ બજેટ સ્માર્ટફોન છે. તેની ખાસિયતોની વાત કરીએ તો તેમાં 6.52 ઈંચની HD+ સ્ક્રીન સાથે સ્નેપડ્રેગન 460 SoC પ્રોસેસર છે.
આ ફોનની ડિસ્પલે રિફ્રેશ રેટ 60Hz છે. વનપ્લસ નોર્ડ N100ને 4જીબી રેમ અને 64જીબી વેરિયન્ટમાં લોન્ચ કરાયો છે.
#OnePlus#OnePlusNordN10 and #OnePlusNordN100 Launched in USA. pic.twitter.com/WNp5De5kZF
— DiRo Tech ( Ronak Patel ) (@diro__tech) October 26, 2020
આ ફોનમાં 13MP+2MP+2MPના ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ છે. વનપ્લસના આ ફોનમાં 5000mAhની બેટરી લાગેલી છે
અને આ USB Type-C ચાર્જર સપોર્ટ સાથે આવે છે. વનપ્લસ નોર્ડ એન100માં ઘણા અન્ય આકર્ષક ફીચર્સ પણ છે.