ઓનલાઇન બર્ગર મંગાવવું પડ્યું ભારે!
આજના વ્યસ્ત ટાઇમમાં ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનો ક્રેજ સતત વધી રહ્યો છે. પરંતુ એવામાં એક નાનકડી ભૂલ આપણને ભારે પડી શકે છે. જો તમે પણ ગૂગલથી કસ્ટમર કેરનો નંબર લઇને ફોન કરો છો અને પછી કોઇપણ એપને તમારા ફોનમાં ડાઉનલોડ કરી ઓર્ડર કરી દો છો તો સાવધાન થઇ જજો. કારણકે આ પ્રકારની એક ભૂલથી તમારું એકાઉન્ટ ખાલી થઇ શકે છે. સુત્રો અનુસાર, નોઇડાની આઇટી કંપનીમાં કામ કરનાર એક મહિલા સોફ્ટવેર એન્જીન્યરને ઓનલાઇન બર્ગર મંગાવવું મોંઘુ પડી ગયુ કારણકે તેના ખાતામાંથી 21,865 રૂપિયા નીકાળી લેવામાં આવ્યું છે જ્યારે બર્ગરની કિંમત 178 રૂપિયા હતી.
જાણો કેવી રીતે કપાયા ખાતામાંથી પૈસા
નોઇડા સેક્ટર 45ની એક મહિલાએ 178 રૂપિયામાં પ્રી પેડ પેમેન્ટ બાદ એક બર્ગર ઓર્ડર કર્યું.
બર્ગરની ડિલીવરી 35 મિનિટમાં થવાની હતી. પરંતુ દોઢ કલાક સુધી ડિલીવરી ન થવા પર મહિલાએ સંબંધિત રેસ્ટોરન્ટ કર્મચારીથી ચેટ કરી તો તેને કહ્યું કે ઓર્ડર કેન્સલ કરી દેવામાં આવ્યો છે. આ આખો માલો રિમોટ કંટ્રોલ વાળી એપથી જોડાયેલો છે.
તે બાદ જ્યારે મહિલાઓ તેના પૈસા રિફંડ લેવા માટે ગૂગલ પર સંબંધિત કંપનીને કસ્ટમર કેરનો નંબર શોધ્યો અને કોલ કર્યો. કોલ રિસીવ કરનાર વ્યક્તિએ પોતાને કંપનીનો કર્મચારી ગણાવ્યો આરોપીએ કહ્યું કે તે કોલને મેનેજર લેવલ એક્ઝિક્યુટીવને ટ્રાન્ફર કરી રહ્યો છે. તે બાદ આરોપીએ મહિલાથી કહ્યું કે તે એક એપ મોબાઇમલાં ડાઉનલોડ કરે. તે બાદ પૈસા પરત આી જશે. એપ ડાઉનલોડ થતા જ તેના ખાતામાંથી 21865 રૂપિયા કપાઇ ગયા. પીડિતાએ સાયબર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સામે ગુનો દાખલ કર્યો છે.
આ પ્રકારની છેતરપીંડિના મામલા સામે આવતા રહે છે એવામાં ગ્રાહકને સતર્ક રહેવા માટે બેન્કથી લઇને સરકાર સુધી અનેક એલર્ટ જારી કરી ચુકી છે. આવી ઘટનાઓથી બચવા માટે ગૂગલથી કસ્ટમર કેરનો નંબર ન લો. સંબંધિત કંપનીની અધિકારીક વેબસાઇટથી નંબર લો.