કચ્છના રાજવી રાવ હમીરજી એ પાટનગર ભુજ મા સુંદર ” હમીરસર ” તળાવનુ નિર્માણ કરાવ્યુ.
જે વરસે મેઘરાજાએ કચ્છ ઉપર મહેર કરી હોય અને હમીરસર તળાવ ઓગની જાય ( overflow ) થાય તો કચ્છ- ભુજની પ્રજા માટે રાજશાહીના વખતથી આજ દિવસ સુધી એક જાહેર ઉજવણીનો પ્રસંગ બની જાય છે.

રાજાશાહીમા કચ્છના રાજવી પોતાના દરબારી ઓ સાથે સવારી કાઢી ને હમીરસર તળાવ ની પાસે ” પાવડી” પાસે જઈ ને નવા નીરની વધાવી ને પૂજન કરતા.
નવા નીર મા શ્રીફળ , ચુંદડી, સોના – ચાંદીની વીંટી વગેરે પૂજન બાદ હમીરસરના ખોળે અર્પણ કરવામા આવતુ.
.
આ દિવસે કચ્છ રાજ્ય તરફથી એ દિવસે રજાની જાહેરાત થતી. સમગ્ર ભુજના નગરજનો હમીરસર તળાવની પાળ ઉપર આ પ્રસંગ ઉપર હાજર રહેતા.

ભુજમા આ દિવસે દરેકના ઘરે મિઠાઇ બનતી.
1947 મા ભારત આઝાદ થયા પછી લોકશાહી મા પણ આ પરંપરાઓ આજે પણ જીવંત છે.
ગઇકાલે કચ્છમા થયેલ ભારે વરસાદ ને કારણે ભુજના શણગાર સમાન ” હમીરસર ” તળાવ ઓગની ( overflow ) ગયેલ છે.
આજે કચ્છ- ભુજ ના રાજવી પરિવારની હાજરી મા ભુજ નગરપાલિકા ના પ્રમુખ ” હમીરસર ” તળાવ પર સરઘસ સાથે જઇ પરંપરાગત પૂજન કરી નવા નીરને વધાવશે.
કચ્છ કલેકટરશ્રી એ પણ આજે જાહેર રજા ડિકલેર કરેલ છે.