Monday, October 2, 2023
Home Blog Page 3

ભાવનગરમાં રાજ્યની બીજા નંબરની અષાઢી બીજની ભગવાનજી જગન્નાથની રથયાત્રામાં પહેલી વખત પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ

ભાવનગર શહેરમાં મંગળવારે અષાઢી બીજના પાવન દિવસે પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે રથયાત્રા નીકળશે. રથયાત્રાનું કાઉન્ટ -ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે સરકારી તંત્ર, વિવિધ સંગઠોનો, રથયાત્રા સમિતિ તેમજ ભાવનગર પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ત્યારે ભાવનગર પોલીસ પ્રથમ વખત બોડી વોર્ન કેમેરાથી ચાંપતી નજર રાખશે. તેમજ વિશેષ ડ્રોન નો પણ ઉપયોગ કરવામાં આવનાર છે.

ભાવનગર પોલીસ દ્વારા પણ કડક સુરક્ષા ગોઠવવામાં આવી રહી છે ત્યારે શહેરમાં પ્રથમ વખત ભાવનગર પોલીસના કર્મચારીઓ 125 થી વધુ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થઇ સતત મોનિટરીંગ કરાશે ઉપરાંત 3 ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.

ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રામાં કોઇ ચુક ન રહે તેને લઇને 10 જિલ્લાની પોલીસ ફોર્સ પણ મંગાવી લીધી છે. જ્યારે પોલીસ કર્મચારીઓને નોકરીના પોઇન્ટ તેમજ રહેવાની વ્યવસ્થા ફાળવણી કરી દેવામાં આવી હતી. શહેરમાં 38મી રથયાત્રા યોજાનાર છે ત્યારે ભાવનગર પોલીસ દ્વારા બંદોબસ્તને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ત્યારે અન્ય જિલ્લામાંથી પણ પોલીસ ફોર્સ, એસ.આર.પીની ટુકડીઓ તેમજ સી.આઇ.એસ.એફ.ના જવાનો ભાવનગર પહોંચી ગયા છે.

જેમાં ભાવનગર પોલીસ દ્વારા બહારથી આવેલા પોલીસ જવાનોને તેની નોકરીની વહેંચણી તેમજ પોઇન્ટની જવાબદારી સોંપી દેવામાં આવી હતી. તેમજ બે થી ત્રણ દિવસના તેના રહેવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. ત્યારે ભાવનગર શહેરમાં અમરેલી, બોટાદ-, જુનાગઢ, પોરબંદર, ગિર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ તેમજ પી.ટી.સી. જૂનાગઢ સહિત દસ જિલ્લાની પોલીસ ફોર્સ મંગાવવામાં આવી છે.

તેમજ પોલીસ ગામાની ટીમ પણ સઘન પેટ્રોલીંગ હાથ ધરશે. 38 મી રથયાત્રામાં પેરામીલીટરી, સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., ડિ.વાય.એસ.પી., પી.આઇ., પી.એસ.આઇ. તેમજ પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડઝ, ડોગ સ્કવોડ સુરક્ષમાં ખડેપગે રહેશે.

15 ડી.વાય.એસ.પી
40 પી.આઈ.
135 પી.એસ.આઈ.
06 કંપની સી.આર.પી.એફ
03 વજ્ર વાહન
1500 થી વધુ હોમગાર્ડઝ
02 ટીમ ડોગ સ્કવોડ
02 પેરામિલીટરી ફોર્સ
01 કંપની સી.આઈ.એસ.એફ
1800 થી વધુ પોલીસ કર્મી
ધાબા પોઈન્ટ પરથી તમામ ગતિવિધિઓ ઉપર બાજ નજર રખાશે.

ભાવનગરની રથયાત્રા મુખ્ય બજારથી હલુરિયા અને ક્રેસંટ સર્કલ સુધી અતિ સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થાય છે. બેથી ત્રણ કિ.મી.ના આ વિસ્તારમાંથી જગતના નાથની નગરયાત્રા નિર્વને પસાર થાય તે માટે પોલીસ ખાસ પ્લાન બનાવી ખાસ ધાબા પોઈન્ટ ઉભા કરી ક્ષણે-ક્ષણની ગતિવિધઓ ઉપર દૂરબીનથી બાજનજર રાખશે. રથયાત્રા પૂર્વે પણ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલીંગ વધારી દીધુંછે

સાળંગપુર દર્શને આવેલા ભક્તોની કાર પર ઈલેક્ટ્રીક તાર પડતા 5 ગાડીઓ ભળભળ સળગી ઉઠી

સાળંગપુર પાસે પાર્ક કરેલ 5 ગાડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાળંગપુર સરકારી હોસ્પિટલ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. સાળંગપુર દર્શન કરવા આવનાર પરિવાર દ્રારા પાર્ક કરેલ કાર પર ઇલેક્ટ્રીક તાર પડતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સાળંગપુર પાસે પાર્ક કરેલ 5 ગાડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાળંગપુર સરકારી હોસ્પિટલ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી.

સાળંગપુર દર્શન કરવા આવનાર પરિવાર દ્રારા પાર્ક કરેલ કાર પર ઇલેક્ટ્રીક તાર પડતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. વારાફરતી એક સાથે 5 કારમાં આગ ભભૂકતા લોકોમાં થોડો સમય માટે ભયનો માહોલ છવાયો હતો. ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં તે તાત્કાલીક આવી પહોંચી હતી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જાણો! ભાવનગરનાં માળનાથ મંદિરની સ્થાપના અને તેના લોકવાયકાનો ઇતિહાસ

ભાવનગર શહેરથી ૨૬ કિમી દુર ભંડારિયાની ગિરિમાળામાં પ્રાકૃતિક સૌદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. ચારે તરફ લીલી ચાદર પથરાયેલી જોવા મળે છે, આ પ્રાકૃતિક સૌદર્યની વચ્ચે માળનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે મંદિરે પહોચતા પહેલા લોકોને રમણીય અને લીલી ચાદર ઓઢેલા પહાડો પરના રસ્તા પરથી પસાર થવું પડે છે,

આ મંદિરે પહોચતા પહેલા પહાડો અને રસ્તા પર પૌરાણિક વાવ –પ્રાચીન પશુઓના અવેડા તેમજ ગિરિમાળા પર વીજળી ઉત્પાદન કરતી પવનચક્કીઓ નજરે પડે છે.આ ભંડારિયાની ગિરિમાળા પર ૨૦ જેટલી મહાકાય પવનચક્કીઓ આવેલી છે,

જે નજારો પણ સાથે સાથે રમણીય બને છે.માળનાથ મહાદેવનું મંદિર એ ટેકરી પર સ્થિત છે એટલેકે ફરતે મોટા પહાડો અને વચ્ચે નાની ટેકરી પર બિરાજતા માળનાથ મહાદેવનો નજરો આલ્હાદક છે.

આ માળનાથ મંદિરની સ્થાપના આજથી ૬૫૦ વર્ષ પૂર્વે કરવામાં આવી હતી .ઈ.સ.૧૩૫૪ માં એક વણિક પરિવારે આ મહાદેવની સ્થાપના કરી હતી અને તેની લોકવાયકા અને ઇતિહાસ પણ એટલો રમણીય છે.

માળનાથ મહાદેવનો ઈતિહાસ જોઈએ તો પ્રાચીન સમય માં ઘોઘા નજીકના પીરમબેટ ટાપુ પર રહેતા એક વણિક શેઠ જે ખુબજ ધાર્મિક હતા. તેઓને ગૌમાતા પ્રત્યે ખુબ જ આસ્થા ધરાવતા હતા અને તેઓ પોતાની પાસે ખાસ ઉચ્ચ પ્રકારની ગૌમાતાઓ રાખતા હતા.

અને આ ગાયોનું દૂધ,ઘી બ્રાહ્મણને આપતા હતા.આ બધી ગાયોમાં એક વિશેષ ગાય હતી.તે ગાયનું નામ સુરભી હતું.

આ સુરભી નામની ગાય સમુદ્રમાં તરીને ભંડારિયાના ડુંગરોમાં ચરવા માટે જતી હતી.આ ગાય રોજ ઘેર આવીને દૂધ આપતી નહિ .જેથી આ વણિક શેઠ તેના ગોવાળને ખીજાતા અને કહેતા કે તું ગાયને દોહી લે છે જેથી ગાય અહી દૂધ આપતી નથી.

જયારે આ બાબતનો ઠપકો આપતા ગોવાળે કહ્યું કે હું ગાયને દોહી નથી લેતો પરંતુ હું તેની તપાસ કરી અને આપને જણાવીશ.જેથી આ ગોવાળ અન્ય ગાયોને મૂકીને આ સુરભી ગાયની પાછળ તપાસમાં નીકળ્યો અને એક દિવસ ગોવાળ પોતે ગાયનું પૂછડું પકડીને દરિયામાં તરીને ગાયની પાછળ ગયો અને જોયું તો આ ગાય ભંડારિયાના ડુંગરોમાં આવેલા એક માટીના રાફડા પર પોતાના દૂધની ધારાથી અભિષેક કરતી જોવા મળી જેથી ગોવાળે પરત ફરીને આ સમગ્ર બાબતની જાણ વણિક શેઠને કરી.

ગોવાળની વાત પરથી વણિકશેઠ ચોકી ઉઠ્યા હતા અને આ ગાય રાફડા પર અભિષેકની વાત તેના પરિવારને કરીને આખો પરિવાર આ ગાયની પાછળ નીકળ્યો હતો અને જ્યાં આ ગાય અભિષેક કરતી હતી તે રાફડાને ડાંગથી ગોવાળને ખોદવા જણાવ્યું હતું.

જુઓ વિડીયો:

જેથી આ રાફડા માંથી. શિવ બાણ એટલેકે શિવલિંગને પૂજામાં મળેલા જોઈને આ નગરશેઠે ત્યાં જ તેમની સ્થાપના કરી હતી.જે માળનાથ મહાદેવ તરીકે જાણીતું બન્યું છે.માળનાથ મહાદેવ ની સ્થાપના બાદ ઈ.સ ૧૯૪૩ ના આસો સુદ-૧૦ એટલેકે વિજ્યદસમીના દિવસે ૧૬ સપ્ટેમબરના રોજ ભાવનગરના મહારાજા નામદાર તખ્તસિંહજીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

આ માળનાથના દર્શન કરવાથી શિવભકતો કેદારનાથમાં હોય તેવી લોકો અનુભૂતિ કરે છે અને ધન્યતા અનુભવે છે .