પાકિસ્તાનને 580 કરોડ ડોલરનો દંડ ચૂકવવા ઈન્ટરનેશન ટ્રીબ્યુનલનો આદેશ.., દંડ ચૂકવવા સામે ઈમરાન સરકારે જોડ્યા બે હાથ..
ભારે ગરીબીમાં સપડાયેલ પાકિસ્તાન વધુ પાયમાલ થાય તેવો આકરો દંડ ઈન્ટરનેશનલ ટ્રિ્બ્યુનલે પાકિસ્તાનની ઈમરાન સરકારને ફટકાર્યો છે.
આ દંડ સામે પાકિસ્તાને બે હાથ જોડીને આકરો દંડ ભરવા પોતે અસમર્થ હોવાનુ ગાણું ગાયુ છે. ઈન્ટરનેશનલ ટ્રીબ્યુનલે પાકિસ્તાનને 580 કરોડ ડોલર ( 42,841 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે.
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વિપૂલ માત્રામાં ખનીજ સંપતિ ધરબાયેલી છે. બલુચિસ્તાનમાં ખાણ ખનીજને લગતો એક કોન્ટ્રાકટ વિદેશી ભાગીદારી ધરાવતી ઓસ્ટ્રેલિયાની કંપનીને આપ્યો હતો.
પરંતુ પાછળથી બલુચિસ્તાને ખાણ ખનીજ માટે પોતાની કંપની રચી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાની કંપનીને આપેલો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો.
બલુચિસ્તાન સરકારે 1998માં ઓસ્ટ્રેલિયન કંપની સાથે કરાર કર્યા હતા. ડિટેઈલ પ્રોજેક્ટ બાદ 2011માં ખાણ ખનીજની લીઝ માટે આવેદન કર્યું હતું જેને બલુચિસ્તાન સરકારે રદ કરી દીધો હતો.
પરંતુ ત્યા સુધીમાં ઓસ્ટ્રેલિયન કંપનીએ પાકિસ્તાનમાં 220 અરબ ડોલરનું રોકાણ કરી નાખ્યુ હતું. બલુચિસ્તાન સરકારે કોન્ટ્રાક્ટની ના પાડ્યા બાદ ઓસ્ટ્રેલિયન કંપનીએ, વર્લ્ડ બેંક આર્બિટ્રેશન ટ્રિબ્યુનલમાં 2012માં ફરિયાદ દાખલ કરી હતી.
વર્લ્ડ બેંક આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે 2017માં પાકિસ્તાનને દોષી ગણાવ્યુ હતુ. અને 2019માં 580 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો.
READ કાશ્મીર ઘાટીમાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, બે આતંકીઓ ઠાર, 4 જવાન ઘાયલ આટલી મોટી રકમનો દંડ ભરવો પાકિસ્તાન માટે અશક્ય છે.
આર્થિક પાયમાલીમાં સપડાયેલ પાકિસ્તાન જો 580 કરોડ ડોલરનો દંડ ભરે તો પાકિસ્તાનમાં અનેક આવશ્યક સેવાઓ બંધ કરવી પડે તેવી સ્થિતિ થાય છે. જો પાકિસ્તાનને રાહત નહી મળે..
તો વિદેશી મુદ્રા ભંડારના 40 ટકા જેટલી રકમનો દંડ ભરવો પડે તેમ છે. આથી પાકિસ્તાને કોરોના સંક્રમણને ઢાલ બનાવીને રાહત માંગી છે.
અને કહ્યું છે કે જો આવો આકરો દંડ ભરીશુ તો કોરોના વાયરસ વિરુધ્ધની લડાઈ પાકિસ્તાન નહી લડી શકે. માટે રહમ કરવી જોઈએ.