પાલીતાણાના રાજવીની વાત !! પ્રજા હિત અને જનસેવાના આવા ઉદાહરણો હવે ક્યાં જોવા મળે?
આ છે પાલીતાણાના રાજવી બહાદુરસિંહજી ગોહિલ.
જેમને પાલીતાણાના લોકોના આરોગ્ય માટે ગંદકીવાળી ચાની હોટલ બંધ કરાવી દીધી હતી. પ્રગતિશીલ તેમજ આધુનિક વિચાર શ્રેણીવાળા આ રાજવીએ શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા વગેરે પર ખાસ ધ્યાન આપ્યુ હતું. તેમના સમયે જાહેરમાં કચરો ફેંકવામાં દંડ થતો હતો અને આ નિયમનો કડક અમલ પણ થતો હતો.
પાલીતાણામાં ચાની કીટલીઓ ઠેર ઠેર મોજુદ હતી, ત્યારે આ રાજવી એક વખત ગામમાંથી નીકળ્યા, ત્યારે રાજવીએ લોકોને ચાના વ્યસની બનતા જોયા, ત્યારે જોયુ કે ચાની કીટલીવાળા કોઈ જાતનું સ્વચ્છતાનું કે આરોગ્યનું ધ્યાન રાખ્યા વગર ચા વેચતા હતા.
આ જોઈને તેને ૧૯૨૦માં તાત્કાલિક આ ચાની હોટેલ બંધ કરાવી હતી. અને જેને ચાની કીટલી ખોલવી હોય તેને વાર્ષિક ટેકન રુપે રૂ-૨૫ ની ફી, અને સ્વચ્છતા જાળવવી તેમજ સારી ગુણવત્તાવાળી ચા આપવાનું નક્કી કરાયુ હતું. ચાનો આ ધારો પુસ્તકરૂપે તૈયાર કરાયેલો અને તેનું ચાની કીટલીવાળાએ અમલ કરવાનું રહેતું હતું.
આ ચા વેચવાના નિયમ પુસ્તકરૂપે તૈયાર કરાયેલા હતા. આ ધારામાં ચાનુ નિશ્ચિત પ્રમાણ તેમજ તેનો ભાવ ત્રણ આના અને છ આના રાખવો. તેમજ સ્વચ્છતા, દુકાનની દિવોલો પાકી, પ્લાસ્ટરવાળી, ટેબલ આરસના, ચિકાસના રહે તે માટે, તેમજ દુકાનનું માપ વગેરે જેવું આ ચાની કીટલીની મંજુરીના આ ધારામાં નિયમ બનાવેલા હતા.
જાણો ચાની હેટેલનો કાયદો.
હોટલ ખોલનાર વ્યક્તિએ પોતાના સારા ચાલચલગત બાબત ખાત્રી કરાવવાની રહેતીને હોટલમાં લુખ્ખા અને ખરાબ આચરણવાળા કે ગુંડા તત્વોને બેસવા દેશે નહિ. આ ઉપરાંત જે વિસ્તારમાં હોટલ ખોલવાના હોય ત્યાં આ બાબતનું જાહેરનામું ચોટાડવામાં આવતું અને જો કોઈ સ્થાનિક રહીશ વાંધો ઉઠાવે તો લાઈસન્સ આપવામાં નહોતું આવતું આટલું જ નહિ હોટલ સંચાલન ચાના ભાવ અને સ્વચ્છતા અંગેના કડક નિયમો પણ હોટલ ધારકે પાળવાના રહેતા હતા, ચાના અડધા કપના 3 આના ને આખા કપના ૬ આના ભાવ હતો..
(૧) હોટલની અંદર ચા કોફી પીવાના ઓરડામાં પાકું તળિયું કરવાનું રહેતુ ને દીવાલો પ્લાસ્ટર કરેલી હોવી જોઈએ અને પૂરતા હવા ઉજાસની સગવડ હોવી જોઈએ. (૨) હોટલ બહાર ખાળ કુંડી રાખવાની જેથી હોટલ સાફ કરી શકાય ને એ કુંડી વખતો વખત રાજય સાફ કરાવતું હતું.
(3) હોટલના ટેબલો આરસના અથવા જલ્દી સાફ થઇ શકે અને ચિકાસ ન રહે તેવા જ રાખવાના રહેતા ખુરશી કે બાંકડા પણ પણ જલ્દી સાફ થઇ શકે એવા જ રાખવાના રહેતા.(૪) ચા અને કોફી બનાવવાનો ઓરડો અલગ અલગ રાખવાનો રહેતો અને તે ઓરડાની ઊચાઈ ૧૨ ફુટ તો રાખવાની જ રહેતી.(૫) હોટલની બહારના ઓટા ઉપર કોઇપણ સામાન રાખવા દેવામાં આવતો નહિ.
(૬) હોટલની અંદર તાંબા પીતળના ઢાંકણાવાળા પાત્રોમાં ગાળેલું સ્વચ્છ પાણી ભરવામાં આવતું,આ વાસણો પણ સમયે સમયે સાફ કરવામાં આવતા. (૭) કોઇપણ ચેપીરોગથી પીડિત વ્યક્તિને હોટલમાં પ્રવેશવા દેવામાં આવતો નહિ અને અન્ય ગ્રાહકો માટે વપરાતા વાસણોમાં તેમને ચા કોફી અપાતા નહિ.(૮) ઇન્ફ્લુએન્ઝા,કોલેરા,પ્લેગ વગેરે જેવા ચેપી રોગના વાયરા વખતે હોટલો બંધ રાખવામાં આવતી હતી.
(૯) હોટલવાળો ભેળસેળ ન કરવા માંડે માટે ઘણીવાર અચાનક આવીને માલ સામાનની ચકાસણી કરતા અને જરૂર પડ્યે તપાસ અર્થે નમૂના પ્રયોગશાળામાં મોકલતા હતા.(૧૦) સિંગલ કપ ચા માં અડધો કપ ચોખ્ખું દૂધ અને પાંચ આની ભાર ખાંડ નાંખવાની રહેતી, ડબલ કપ ચા માં નવ ટાક ચોખ્ખું દૂધ અને દસ આની ભાર ખાંડ નાંખવાની રહેતી એ નિયમ હતો.
ચાનો આ ધારો પુસ્તિકા સ્વરૂપે છપાયેલો રાખવામાં આવ્યો હતો ને ‘પાલીતાણા દરબારી ગેઝેટ’માં પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. લાયસન્સ વગર કોઈને પાલીતાણામાં ચાની હોટલ ખોલવા દેવામાં આવતી નહિ.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Search – apnubhavnagar @apnubhavnagar #apnubhavnagar