PAN Card એક મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજમાંથી એક છે. PAN Cardનો ઉપયોગ બેન્કિંગના કામકાજ અને ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે થાય છે. આ ઉપરાંત અનેક ઘણાં કામ છે જેના માટે PAN Cardની માંગ કરવામાં આવે છે.
PAN Cardમાં અલગ-અલગ કોડ અને નંબર રજીસ્ટર
PAN Cardમાં 10 ડિજિટનો અલ્ફાન્યૂમેરિક નંબર પણ હોય છે. અલ્ફાન્યૂમેરિક નંબરની શરૂઆત અંગ્રેજીના આલ્ફાબેટ્સથી થાય છે. કાર્ડમાં આ કેપિટલમાં રજીસ્ટર થાય છે. આ ઉપરાંત PAN Cardમાં યુઝરના સિગ્નેચર પણ હોય છે. આ ઉપરાંત ફોટો અને એડ્રેસ પણ રજીસ્ટર થાય છે.
ક્યાં સુધી માન્ય છે તમારુ PAN Card.
મોટાભાગના લોકોના મનમાં PAN Cardને લઇને અનેક પ્રકારના સવાલ હોય છે જેમાંથી એક સવાલ છે કે PAN Cardની માન્યતા એટલે કે વેલિડીટી કેટલી હોય છે? ભારત સરકારના આવકવેરા અધિનિયમ અંતર્ગત એકવાર PAN Card જારી થઇ જાય તો તે આજીવન માન્ય હોય છે. તેવામાં કોઇપણ યુઝરને તેની એક્સપાયરી અથવા વેલિડીટીને લઇને ચિંતિત થવાની જરૂર નથી.
નિયમો અનુસાર PAN Cardમાં બદલાવ ન કરી શકાય પરંતુ PAN Cardમાં રજીસ્ટર વિગતોને અપડેટ કરી શકાય છે. આ સાથે જ એક વ્યક્તિ ફક્ત એક જ PAN Card રાખી શકે છે. કોઇ શખ્સ પાસે બે PAN Card વહોય તો તેના પર 10 હજાર રૂપિયા દંડની જોગવાઇ છે. સાથે જ એક PAN Card રદ્દ થઇ જશે.