પારિજાત છે “All in One”, ઘણી બીમારીઓનો એકી સાથે કરે છે, ઈલાજ ! આના “પાન અને ફૂલ” દરેક બીમારીમા છે ફાયદાકારક !
ફૂલ છે “All in One”, ઘણી બીમારીઓનો એકસાથે ઈલાજ કરે છે, આ “All in One” ફૂલ છે “પારિજાત”, દરેક બીમારીમા છે ફાયદાકારક.
વાત સુંદરતાની હોય કે સ્વાસ્થ્યની, પારિજાતના ફૂલ પહેલા નંબરે જ આવે. પારિજાતના ફૂલ આમતો નાના અને સફેદ રંગના હોય છે, પરંતુ તેના ફાયદા બહુ જ મોટા-મોટા હોય છે.
તેની ડાંડલી નારંગી રંગની હોય છે અને આ ફૂલ રાત્રે જ ખીલે છે અને સવારે જમીન પર વેરાયેલા જોવા મળે છે. પારિજાતના માત્ર ફૂલ જ નહી તેનો છોડ પણ દવા અને સૌંદર્ય ની સામગ્રી બનાવવ માટે પણ ખૂબ જ ઉપયોગી છે.
તો જાણીએ પારિજાતના આવા જ ચમત્કારિક ફાયદાઓ વિષે….
મગજ, ચીકનગુનિયા અથવા તો ડેન્ગ્યુ નો તાવ આવે ત્યારે પારીજાતના પાનને પીસી ગરમ પાણીમાં ઉમેરી પીવાથી તાવમા રાહત મળે છે.
મગજ ને ઠંડુ રાખી શક્તિ આપવા અને મગજ ની ગરમી ઓછી કરવા પારીજાત ઉપયોગી થાય છે.
સાંધાના દુખાવામા પારીજાતના ૬-૭ પાનને પીસી તેની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં ઉમેરી આ મિશ્રણ અડધો ગ્લાસ બચે ત્યા સુધી ઉકાળીને રોજ સવારે ખાલી પેટે પીવો.
ડેન્ગ્યુ થયા બાદ શરીરમા રહેતી કળતર દુર કરવા માટે પારીજાતના પાનનો ઉકાળો કરી ને પીવો. આ ઉકાળો ૮ થી ૧૦ દિવસ પીવાથી કળતર દુર થાય જાશે.
દાદર દુર કરવા પારીજાત ના પણ ને પીસી લગાવવાથી ફાયદો મળે છે.
પારીજાતના પાનને પીસીને મધમા ઉમેરી સેવન કરવાથી અથવા તો ચામા મિકસ કરી ઉકાળીને પીવાથી હઠીલી ઉધરસ પણ દુર થાય જાય છે.
પારીજાતના તેલથી માલીશ કરવાથી શરીરની ચામડીમા નીખર આવે છે.
પારીજાતના એક બીજનુ રોજ વખત સેવન કરવાથી બવાસીર નામનો રોગ દુર થઈ જાય છે.
પારીજાતના પાનને પાણીમા પીસી ને વાળમા લગાવવાથી વાળનો ખોળો અને વાળની સફેદી દુર કરે છે સાથે સાથે નવા વાળ પણ આવે છે.
નોંધ: કુદરતી વસ્તુ હમેશા સ્વાસ્થ્ય માટે યોગ્ય જ હોય છે છતા પણ આનો ઉપયોગ સ્વાસ્થ્ય, ઉમર અને અન્ય બાબતો ને ધ્યાન મા રાખીને જ કરવો જોઈએ.