જૂનાગઢની લીલી પરિક્રમા નહીં યોજાય
ગુજરાત રાજ્યમાં ધીરે-ધીરે કોરોના સંક્રમણ ફેલાતું જાય છે.
ત્યારે રાજ્ય સરકાર નવરાત્રિ-દિવાળીથી લઇને અનેક તહેવારો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
એવામાં દર વર્ષે જૂનાગઢમાં લીલી પરિક્રમા યોજાતી હોય છે. ત્યારે રાજ્ય સરકારે જૂનાગઢની લીલી પરિક્રમાને બંધ રાખવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
આ વર્ષે કોરોના મહામારીને કારણે જૂનાગઢની લીલી પરિક્રમા નહીં યોજવામાં આવે. મહત્વનું છે કે,
દર વર્ષે દિવાળી બાદ અગિયારસે લીલી પરિક્રમા યોજાતી હોય છે. અંદાજે 10 લાખ લોકો જૂનાગઢની લીલી પરિક્રમામાં ભાગ લેતા હોય છે.
નોંધનીય છે કે ગિરનારની તળેટીમાં સતત 4 દિવસ સુધી આ લીલી પરિક્રમા યોજાતી હોય છે.